Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ગઈકાલ રાત્રે બોડકદેવ સંદેશ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલ BMW કારે નજીકથી પસાર થતી ઈકો કારને અડફેટે લેતાં ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા છે. BMW કાર ચાલક અને અન્ય એક યુવતી ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ (Ahmedabad) અને સમગ્ર ગુજરાતમાં એક્સિડન્ટ (Accident)ના બનાવોનો જાણે રાફડો ફાટ્યો હોય અને લોકો નશાકારક દ્રવ્યો લઈને બેફામ રોડ અકસ્માતને અંજામ આપી રહ્યાં છે. આવી જ ગતિની રફતારનો સિલસિલો બોડકદેવ વિસ્તારમાં સંદેશ ચાર રસ્તા પર એક બેફામ આવી રહેલી BMW કાર ફુલ સ્પીડમાં આવી ત્યાંથી પાસ થઈ રહેલી Ecco કારને એવી તો ફંગોળી કે 300 થી 400 ફૂટ ઉડાડી દીવાલ તોડી નાખી અને અંદર બેઠેલા અને ડ્રાઈવરને બીજી બાજુના દરવાજામાંથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન BMWના ચાલક તેમજ એક યુવતી ફોન કરી બીજી ગાડી બોલાવી ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
અકસ્માત એટલો જોરદાર હતો કે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું, ટ્રાફિક જામ થઈ ગયો હતો. બોડકદેવ પોલીસ કાફલા સહિત ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘાયલ વ્યક્તિને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ કારને ક્રેન દ્વારા ખસેડવામાં આવી હતી. તેમાંથી ગોડફાધર નામના બીયરનું ટીન મળી આવ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં બંને યુવક યુવતી હાજર ન હોવાથી આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. પોલીસ નજીકના CCTV કેમેરા ચેક કરી સમગ્ર ઘટનાની વિગત મેળવી તપાસ હાથ ધરશે.
આ પણ વાંચો:અમદાવાદમાં ચાંદખેડામાં ભયાનક અકસ્માતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો:અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે બાઈકસવારનો લીધો જીવ, શીલજ બોપલ બ્રિજ પર અકસ્માતની ઘટના
આ પણ વાંચો:અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અકસ્માતમાં ત્રણના મોત
