Rajkot News: રાજકોટ (Rajkot)માં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા (MLA Mahendra Paladiya)નો ફોટો અને નામ બેનર પરથી ગાયબ થઈ ગયું હતું. ધોરાજી-ઉપલેટા બસ સ્ટેન્ડ (Bus stand)નું ખાત મુહૂર્ત કરવાનું હોવાથી બેનરો લગાવેલા હતા, પરંતુ ધારાસભ્યનો ફોટો ન હોવાથી રાજકીય માહોલ ગરમાયો હતો.
રાજકોટ (Rajkot)માં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા (MLA Mahendra Paladiya)નો ફોટો અને નામ બેનર પરથી ગાયબ થયેલા જોવા મળ્યાં હતા. નવા બસ સ્ટેન્ડનાં ખાત મુહૂર્ત માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નામ અને ફોટો બેનરમાં લગાવાયા હતા. ગૃહ મંત્રીના પણ ફોટો જોવા મળ્યા હતા, પરંતુ MLAનો ફોટો ન દેખાતા રાજકીય માહોલ ગરમાયો છે.

રાજકોટ (Rajkot)માં ભાજપના ધોરાજી-ઉપલેટાના MLA મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો હતો, જેમાં તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકાયા છે. પત્રમાં તેઓ 2000 કે 3000 જેવી રકમની ઉઘરાણી કરતા હોય તેમ આક્ષેપો કરવામાં આવ્યાં હતા. પ્રશાસન, તંત્ર પાસેથી હપ્તા વસૂલવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ મામલે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા (MLA Mahendra Paladiya)એ પોતાના પરના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું કે એવી શંકા છે કે આ પત્ર અમારા પક્ષના લોકો અથવા કોઈ બીજાએ ઈર્ષ્યા અને નફરતથી લખ્યો છે. નગરપાલિકાના કાર્યકાળ દરમિયાન પણ, આવા જ આરોપો લગાવતા અનામી પત્રો વાયરલ થયા હતા. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે, જેના માટે મેં પત્ર વાયરલ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે એસપીને નકલ સાથે વિનંતી સુપરત કરી છે. મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:રાજકોટમાં MLA મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ નનામી લેટર વાયરલ, ધારાસભ્યએ આરોપો ફગાવ્યા
આ પણ વાંચો:રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત 5 વિરૂદ્ધ ફરિયાદ
આ પણ વાંચો:રાજકોટમાં શિક્ષણનાં ધામમાં બાળકી અસુરક્ષિત! બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલપેન ભરાવી હોવાની ઘટના
