Health Care/ હાઈ હીલ્સ સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે? ભોગવવા પડે છે ગંભીર પરિણામ

હીલ્સનો રોજ ઉપયોગ કરતી મહિલાઓમાં આર્થરાઇટિસનો રોગ સામાન્ય ગણાય છે. હીલ્સ પગની લયને ઘણી હદ સુધી બગાડી દે છે, જેથી બીમારીની શક્યતા વધી જાય છે.

Trending Health & Fitness Lifestyle

Health News: હાઈ હીલ્સ (High heels) પહેરવાથી તમારા આરોગ્ય પર કેટલી ગંભીર અસર થાય છે શું તેની તમને ખબર છે? ફક્ત પગમાં દુ:ખાવો કે પ્લાસ્ટર સુધી નહીં, પણ હાડકાં, ઘૂંટણ અને પીઠ સુધીની બીમારીઓનું જોખમ વધી શકે છે. આ દેખાવે સુંદર લાગતી હાઈ હીલ્સ (High heels)નો શોખ નુકસાનદાયક પણ સાબિત થઇ શકે છે. પણ શું તમે જાણો છો કે રોજ રોજ આવી ઊંચી એડીવાળી સેન્ડલ (High heels) પહેરવાથી પગ પર પણ અસર થાય છે. આ ચોંકાવનારી બાબતો જાણીને તમે કદાચ હાઇ હીલ્સ પહેરતા પહેલા વિચાર જરૂર કરશો.

Six ways to take the pain out of wearing high heels... - Henpicked

પાર્ટી હોય કે ઓફિસમાં મહિલાઓ માટે લૂકને કમ્પ્લિટ કરવા માટે હીલ્સ પહેરવી પસંદ કરે છે. પરંતુ આ હાઈ હીલ્સ (High heels) તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. સ્ટાઇલિશ લૂક સાથે સારા કપડા, બ્રાન્ડ અને સુંદર મેકઅપની આવશ્યકતા હોય, પરંતુ તમારા લૂકને કમ્પ્લીટ કટવા માટે હાઈ હીલ્સ એક મોટો ભાગ છે. હાઈ હીલ્સ પહેરવાથી અલગ જ આત્મવિશ્વાસ (Confidence) ઊભો થાય છે, હાઈ હીલ (High heels) પહેરવાથી આઉટફિટમાં ગ્લેમરસ લૂક આવે છે. પરંતુ આ જ હીલ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે, આ પહેરવાથી શારીરિક પરિશ્રમની સંભાવના વધે છે. ફેશન અને સ્ટાઇલ સુધી તો બધુ બરોબર છે પણ આ સ્વાસ્થ્ય સાથે રમત રમવી સારી નથી. હાઈ હીલ્સ પહેરવામાં ફેશનેબલ હોય છે પરતું પહેરનારાઓને તેને સહન કરવી પડે છે. વારંવાર આ પહેરવાથી પગ, એડીઓ અને કમરમાં દુખાવો થઇ શકે છે. આપણે જાણીએ કે નિષ્ણાતો આ વિશે શું કહે છે.

હાઇ હીલ્સની આડઅસર

છોકરીઓને હાઇ હીલ્સ (High heels) પહેરવાનો ખૂબ શોક હોય છે. ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીઓમાં હાઇ હીલ્સ પહેરવાનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. નિષ્ણાત દ્વારા આ ફૂટવેર નુકસાનદાયક છે, નિષ્ણાતના મતે હાઇ હીલ્સ (High heels)નો ઓછો ઉપયોગ કરવો જોઇએ.

Are High Heels Bad For Your Health? | Hackensack Meridian Health

કયા કારણથી નુકસાન થાય છે?

  1. કમરનો દુખાવો- હીલ્સ પહેરવાથી પગ અને કમરની નસ પર દબાણ થવાથી દુ:ખાવો થાય છે.
  2. ઘૂંટણનો દુખાવો- જે છોકરીઓ રોજ હીલ્સ પહેરતી હોય છે તેમને ઘૂંટણમાં દુ:ખાવો થવા લાગે છે.
  3. પગના ઘૂંટણમાં સમસ્યા- આવી હીલ્સ પહેરવાથી પણ પગના ઘૂંટણમાં દુખાવો થઇ શકે છે. ઊંચી હાઇ હીલ્સથી તળિયા અને ઘૂંટીની નસ પર દબાણ આવે છે.
  4. ચાલવામાં અસંતુલન- ઘણીવાર પગ અને કમરમાં પીડા થતી હોય છે. હીલ્સ પહેર્યા વિના ચાલવામાં મુશ્કેલી થાય છે.
  5. કરોડરજજુ પર દબાણ- હાઇ હીલ્સ પહેરવાથી બોડી પોશ્ચરમાં ફેરફાર આવે છે. આ કારણે કરોજરજજુનાં હાડકાં પર અસર થાય છે. તેથી ખંભા અને ગરદન સુધી ફેલાય જાય છે.

હીલ્સ પહેરવાથી થતી બીમારી 

  1. અર્થરાઇટિસ- હીલ્સનો રોજ ઉપયોગ કરતી મહિલાઓમાં આર્થરાઇટિસનો રોગ સામાન્ય ગણાય છે. હીલ્સ પગની લયને ઘણી હદ સુધી બગાડી દે છે, જેથી બીમારીની શક્યતા વધી જાય છે.
  2. મચકોડ આવવી- આ રોગ જે છોકરીઓ હીલ્સ પહેરતી નથી અને લાંબા સમય ઉભી રહે છે એને થવાની શકયતા હોય છે.
  3. કાફ પેન- આ દુખાવો ઘૂંટણના નીચેના પીંડી પર હીલ્સ પહેરવાથી થાય છે.

Foot Exercises for High-Heel Wearers – The Healing Sole

ઉપાય શું ?

* લો અને બ્લોક હીલ્સ પસંદ કરો કેમકે એ સપોર્ટ કરે છે

  • હીલ પેડ્સ અથવા કુશન્સ વપરાશ વધારે કરો

* ફકત ખાસ દિવસ માટે હીલ્સનો ઉપયોગ કરો અને રોજ સામાન્ય સ્લીપર્સ પહેરો

  • સ્ટ્ર્ચિંગ અને કસરત કરો, જેથી શરીરમાં સ્થિતિસ્થાપકતા સરખી રહેશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં સ્ટાઇલિશ અને આરામદાયક હેરસ્ટાઈલને અપનાવો

આ પણ વાંચો:ગુણકારી એવા ચણાનો લોટ ત્વચા માટે હાનિકારક તો નથી ને….?

આ પણ વાંચો:વાળને ઘટાદાર અને લાંબા બનાવવા અજમાવો 5 શ્રેષ્ઠ ઘરગથ્થું ઉપાયો