Mahisagar News : બાલાસિનોરના વિરપુર ગામ હાઈવે રોડ, દેવ ચોકડી પાસેથી કેટલાક શખ્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના હોવાની માહિતીને આધારે SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવીને તપાસ કરતા અંદરથી રૂ.9,00,139 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂનો જથ્થો, બે મોબાઈલ, રોકડ રકમ અને કાર મળીને કુલ રૂ. 21,11,189 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના અજય જે.રાઠોડ અને જીતેન્દ્ર કે ડાકલેની ધરપકડ કરી હતી. જ્યારે રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનારા ત્રણ શખ્સોની પોલીસે શાધ હાથ ધરી છે.
આ પણ વાંચો:રોડ અકસ્માતમાં પુત્રીનું મોત, પિતાએ પોતાના વિરુદ્ધ નોંધાવી ફરિયાદ; શું મામલો છે?
આ પણ વાંચો:રાજકોટ સિટી બસ અકસ્માતમાં ફેકટ ફાઇન્ડિંગ કમિટી 30 દિવસમાં રિપોર્ટ આપશે, બસોમાં CCTV લાગશે
આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત
