Supreme court news/ ‘ધાર્મિક અધિકારોમાં કોઈ દખલ નહીં…’ કેન્દ્ર સરકારે વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી પરંતુ એક વૈધાનિક સંસ્થા છે. વકફ સુધારા કાયદા મુજબ, મુતવલ્લીનું કાર્ય ધર્મનિરપેક્ષ છે, ધાર્મિક નથી.

Top Stories India

Supreme Court News: કેન્દ્ર સરકારે વક્ફ સુધારા કાયદા પર પ્રતિ-સોગંદનામું દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં આપેલા જવાબમાં, સરકારે કાયદાનો બચાવ કર્યો છે, એટલે કે તેને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે છેલ્લા 100 વર્ષથી, વપરાશકર્તા દ્વારા વકફને ફક્ત નોંધણીના આધારે માન્યતા આપવામાં આવે છે, મૌખિક રીતે નહીં.

કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી પરંતુ એક વૈધાનિક સંસ્થા છે. વકફ સુધારા કાયદા મુજબ, મુતવલ્લીનું કાર્ય ધર્મનિરપેક્ષ છે, ધાર્મિક નથી. આ કાયદો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે જ બહુમતીથી તેને પસાર કરાવ્યું.

તમને જણાવી દઈએ કે આ બિલ પસાર થતાં પહેલાં, સંયુક્ત સંસદીય સમિતિની 36 બેઠકો યોજાઈ હતી અને 97 લાખથી વધુ હિતધારકોએ સૂચનો અને મેમોરેન્ડમ આપ્યા હતા. સમિતિએ દેશના દસ મોટા શહેરોની મુલાકાત લેવી પડી અને જનતા વચ્ચે જઈને તેમના મંતવ્યો જાણવા પડ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલગામ આતંકી હુમલાનાં વિરોધમાં કોંગ્રેસની આજે દેશભરમાં Candle March

આ પણ વાંચો:પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ, આખી રાત થયો ગોળીબાર, લોન્ચપેડ પર 150 થી વધુ આતંકવાદીઓ

આ પણ વાંચો:પહેલગામ હુમલામાં સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી:સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે કહ્યું- આતંકવાદીઓનો નાશ કરો; રાહુલે કહ્યું- કેન્દ્રની દરેક કાર્યવાહીને સમર્થન