રાજસ્થાન હાઈકોર્ટે બુધવાર, 5 ફેબ્રુઆરીએ મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમરને 18 વર્ષ જાહેર કરવાની જાહેર હિતની અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ ઈન્દ્રજીત મોહંતી અને ન્યાયાધીશ ડો.પુષ્પેન્દ્રસિંહ ભાટીની ડિવિઝન બેંચ અબ્દુલ મન્નાનની પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી.
અરજદારે કહ્યું હતું કે, “મહિલાઓ અને પુરુષોના લગ્ન માટે વિવિધ વય નિશ્ચય ફક્ત ભારતીય બંધારણના આર્ટિકલ 14 અને 15 માં આપવામાં આવેલ લિંગ સમાનતા અને ન્યાયની વિરુદ્ધ નથી, પરંતુ મહિલાઓના સન્માનની વિરુદ્ધ પણ છે. તે આર્ટિકલ 21 માં સમાયેલ છે. ”
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના 125 થી વધુ દેશોમાં પુરુષો અને સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર સમાન છે. બાળલગ્ન અંગેના રાષ્ટ્રીય અધિવેશનને પગલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ભારતે તેનું પાલન કરવું જોઇએ અને લઘુત્તમ વયમર્યાદા એકસરખી હોવી જોઈએ તેવી ભલામણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
