Sabarkantha News/ સાબરકાંઠામાં બાળકો પર અત્યાચાર ગુજારનાર મૌલવીઓની ધરપકડ કરવા પોલીસ સક્રિય

પીડિત કિશોરે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મદરેસાના ત્રણ મૌલવીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો શોધખોળમાં જોડાઈ છે.

Gujarat Top Stories

Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha)માં પ્રાંતિજ (Prantij)માં મદરેસામાંથી 8 બાળકો ભાગી જવા મામલે અત્યાચાર ગુજારનાર મૌલવીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ છે તેમજ મૌલવીઓની સામે ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી છે.

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં પ્રાંતિજ તાલુકામાં મદરેસામાંથી મૌલવીઓ બાળકોને સોટી, કેબલ, પ્લાસ્ટિક પાઈપ વડે માર મરાતો હતો. મૌલવીઓ દ્વારા બાળકોને ગડદાપાટુનો પણ  માર મરાતો હતો. દરવાજે તાળુ લગાવી ત્રીજા માળે તમામ બાળકોને પૂરી રખાતા હતા. રૂમમાં ગોંધી રાખીને શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. મૌલવી મોહમ્મદ ફહદે સોટી અને પેટ પર મુક્કા માર્યાની ફરિયાદ કરાઈ છે, મૌલવી મુફ્તી યુસુફે બાળકોને કેબલથી માર માર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જામીયા દારૂલ અહેસાન વકફ મદરેસા સામે ગુનો નોંધાયો છે.

પીડિત કિશોરે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મદરેસાના ત્રણ મૌલવીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાબરકાંઠા પોલીસની અલગ અલગ ટીમો શોધખોળમાં જોડાઈ છે. પોલીસ દ્વારા સાત બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલાયા છે. જ્યારે 13 વર્ષીય એક બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મદરેસામાંથી 8 બાળકો ભાગી જવાની ઘટના સામે આવી હતી, હિંમતનગર પોલીસે બાળકોને પકડી સુરક્ષા ગૃહમાં મોકલ્યા છે. મદરેસાનાં બાળકો મૌલવીઓ દ્વારા માર મરાયાના આક્ષેપો કર્યા હતા, તો આચાર્ય કંઈ પણ બન્યું ન હોવાનું કહી રહ્યાં હતા.

મદરેસામાંથી ભાગેલા 8 બાળકો બિહારનાં હોવાનું સામે આવ્યું છે. બાળકો ચાલતા ચાલતા તલોદ પહોંચ્યા હતા, ત્યાંથી અસારવા- ઉદયપુર ઈન્ટરસિટી ટ્રેનમાં બેસી  ગયા હતા. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાળકો ડરેલી હાલતમાં મળ્યા હતા. બાળકોએ આપવીતી પોલીસને જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના વિધાનસભ્ય મુસ્લિમ મૌલવીને પગે પડતાં સર્જાયો વિવાદ

આ પણ વાંચો:ધર્મની આડમાં, મૌલવીએ સગીર છોકરીના ભાઈ સાથે સંબંધ બાંધ્યો

આ પણ વાંચો:સુરતમાં પકડાયેલો મૌલવી પાકિસ્તાનમાં સક્રિય સંગઠન તહરીક-એ-લબ્બેકના સંપર્કમાં હતો