Surat News/ સુરતના મોડેલિંગ કરતી યુવતી લિવ-ઈનમાં હોવાની ચર્ચા

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા સુરત આવેલી આ છોકરી તેની બહેનપણીઓ સાથે રહેતી હતી. જ્યારે તેની બહેનપણીઓ તેના ઘરે આવી ત્યારે યુવતીની લાશ લટકતી

Gujarat Surat

Surat News: સુરત (Surat)ના સારોલી (Saroli) વિસ્તારમાં મોડેલિંગ (Modelling) માટે આવેલી 19 વર્ષીય યુવતીએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ આત્મહત્યા (Suicide)નું પગલું કેમ ભર્યું તેનું કારણ જાળવા મળ્યું નથી. પરંતુ યુવતી લિવ-ઈનમાં રહેતી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા સુરત આવેલી આ છોકરી તેની બહેનપણીઓ સાથે રહેતી હતી. જ્યારે તેની બહેનપણીઓ તેના ઘરે આવી ત્યારે યુવતીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. તેની બહેનપણીઓએ પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 19 વર્ષીય સુખપ્રીત લખવિંદર સિંહ કૌર મૂળ મધ્યપ્રદેશની સારોલીની રહેવાસી છે. તે કુંભારિયા ગામમાં સારથી રેસિડેન્સીમાં અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી અને તેનો પરિવાર તેના વતનમાં રહે છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સુખપ્રીત મોડેલ તરીકે કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગ કરી રહી છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા મોડેલિંગના કામ માટે સુરતના સારોલી આવી હતી. સુખપ્રીતે તેના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લેતાં તેની બહેનપણીઓ અને પરિવાર આઘાતમાં છે. સ્થાનિક સારોલી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમર હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. સુખપ્રીત કૌરની આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સારોલી પોલીસે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા: મોડેલિંગનું કામ કરતી યુવતીનો રસ્તામાંથી મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:આણંદમાં બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું

આ પણ વાંચો:મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 બની રિયા સિંઘા, જાણો તેની સફર