Junagadh news જુનાગઢ (Junagadh) શહેરમાં મૈત્રી કરાર કરનારી યુવતીના સાસરિયા પર હુમલાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢમાં ટીંબાવાડીમાં હુમલા (Attack) ની ઘટના બની હતી. એક યુવતી તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. જે વાત યુવતીના ભાઈને પસંદ ન આવતા તેણે તેના સાગરીતો સાથે મળીને મોડી રાત્રે યુવતીના સાસરિયા પર હુમલો કર્યો હતો.
જુનાગઢના ટીંબાવાડીમાં યુવતીનો ભાઈ તેના 2 સાગરીતો સાથે મળીને મોડી રાત્રે તેની બહેનના સાસરીયામાં ઘસી આવ્યો હતો અને સાસરિયામાં તોડફોડ કરી હતી. તેમજ છરી વડે હુમલો પણ કર્યો હતો. તેમજ સાસરિયાના લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
યુવતીના સાસરિયાના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે બનેલી સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. તો આરોપીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો:પહેલા પતિથી અલગ થયેલી મહિલા બીજા પતિ પાસેથી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
આ પણ વાંચો:કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો, તો વ્યક્તિ બેગમાં 2 અને 1 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો
