Kheda News/ કપડવંજમાં લગ્નની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ

અપરણિત યુવકોને લગ્નની લાલચ આપી કન્યા બતાવી પૈસા ખંખેરતી મહિલા સહિત 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે તેમજ રૂપિયા કુલ 5.70 લાખનો મુદ્દામાલ જપ્ત

Gujarat

Kheda News: કપડવંજ(Kapadvanj)માં લગ્નની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગ (Ganf)ને ઝડપી પાડવામાં આવી છે. યુવકને લગ્નની લાલચ આપી રૂપિયા 1.35 લાખ પડાવ્યા હતા, ટાઉન પોલીસે CCTVની મદદથી મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓએ અગાઉ કરેલા ગુનાઓ પણ કબૂલ્યા હતા.

ખેડાનાં કપડવંજમાં યુવકને લગ્નની લાલચ આપી મહિલા સહિત ત્રણ આરોપીઓએ યુવકને પોતાનો શિકાર બનાવ્યો હતો. કપડવંજના યુવકે પોતાની જમીન ગીરવે મૂકી પૈસા આપ્યા હતા. ટાઉન પોલીસે CCTVની મદદથી આ ગેંગને ઝડપી પાડી હતી. ગેંગની એક મહિલા સહિત ત્રણ આરોપીઓ પોલીસના સંકજામાં ફસાઈ ગયા છે.

અપરણિત યુવકોને લગ્નની લાલચ આપી કન્યા બતાવી પૈસા ખંખેરતી (Extortion) મહિલા સહિત 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે તેમજ રૂપિયા કુલ 5.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી અને તેના પુત્રને કન્યા બતાવી લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું. ફરિયાદીએ 2 વીઘા જમીન ગીરવે મૂકી પૈસા સાગરિતોને આપ્યા હતા. બાદમાં ગેંગ ફરાર થઈ જતાં કપડવંજ પોલીસ (Kapadvanj Police) મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જીતેન્દ્રભાઈ, કેતનભાઈ, રેખાબેનને ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નડિયાદમાં કપડવંજ પર રોડ પર અકસ્માતમાં રીક્ષાચાલકનું મોત

આ પણ વાંચો:કપડવંજ ખાતે નર્મદા કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું

આ પણ વાંચો:કપડવંજ શહેરમાં આધાર મોલમાં ફાયર સેફ્ટીનો અભાવ