Not Set/ નોકિયાએ પોતાનો ડ્યુઅલ મોડ કેમેરા સાથે નોકિયા 8 લોન્ચ કર્યો

નોકિયાએ પોતાનો નવો ફોન નોકિયા 8 લોન્ચ કર્યો છે જે ડ્યુઅલ સાઈટ મોડ કેમેરા ધરાવતો વિશ્વનો પહેલો ફોન છે. જેમાં યુઝર્સ સ્પ્લિટ સ્ક્રીન ફોટો અને વિડિઓ માટે વારાફરતી ફ્રન્ટ અને બેક કેમેરા બંનેનો ઉપયોગ કરી શકે છે. તેમાં સારી રીતે ઑડિઓ-વિડિઓના અનુભવ માટે નોકિયા ઓઝો 360 ઓડિયો સાથે એક પોલરાઇઝ્ડ 5.3-ઇંચ 2 કે ડિસ્પ્લે પણ […]

Tech & Auto

નોકિયાએ પોતાનો નવો ફોન નોકિયા 8 લોન્ચ કર્યો છે જે ડ્યુઅલ સાઈટ મોડ કેમેરા ધરાવતો વિશ્વનો પહેલો ફોન છે. જેમાં યુઝર્સ સ્પ્લિટ સ્ક્રીન ફોટો અને વિડિઓ માટે વારાફરતી ફ્રન્ટ અને બેક કેમેરા બંનેનો ઉપયોગ કરી શકે છે. તેમાં સારી રીતે ઑડિઓ-વિડિઓના અનુભવ માટે નોકિયા ઓઝો 360 ઓડિયો સાથે એક પોલરાઇઝ્ડ 5.3-ઇંચ 2 કે ડિસ્પ્લે પણ છે. તેમાં ઝીસ ઓપ્ટિક્સ સાથે સજ્જ 13MP ફ્રન્ટ અને બેક કેમેરો પણ છે.

ઇમર્સિવ વિડીયો કેપ્ચર અને પ્લેબેક અનુભવને મેચ કરવા વાળો આ નોકિયા 8 સૌપ્રથમ ફોન છે જેમાં નોકિયા ઓઝો સ્પેશિયલ 360 ° ઑડિઓને તેના કોરમાં બનાવવામાં આવ્યો છે. હોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ અને સંગીત નિર્માતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ટેક સાથે મોમેન્ટ્સ ને કેદ કરી રાખવાનો અનુભવ પણ આ નોકિયા 8 ફોન આપે છે.