gujarat weather news/ ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે 21ના મોત, જિલ્લાઓમાં વીજળી સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વિવિધ વિસ્તારોમાં માવઠાની સ્થિતિ રહેલી છે. જેના લીધે 21 લોકોનાં મોત થયા છે.

Gujarat Others

Gujarat Weather news ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે. તો મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં 1 મીમીથી લઇને પોણા 7 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારે મહુવામાં 6 કલાકમાં પોણા 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

અમરેલી જિલ્લાના લાઠીમાં અઢી ઇંચ, સાવરકુંડલામાં સવા 2 ઇંચ, લીલીયા અને અમરેલીમાં 2 ઇંચ જેટલો પવન પડ્યો હતો. જ્યારે ભારે પવન સાથે વરસાદના લીધે 2 દિવસમાં જ 21 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 17 લોકોના મોત થયા છે. ત્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 3 લોકો અને 45 જાનવરોના મોત થયા હતા

હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ગાંધીનગર, ખેરા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 62-87 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, તો ભારે વરસાદ સાથે ભારે વાવાઝોડા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, વીજળી પડવાની સંભાવના પણ રહેલી છે.

ગુજરાતના જિલ્લાઓમાં ઘણા સ્થળો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દીવ-દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તે સાથે વીજળી પડવાની સંભાવના 30થી 40 ટકા જેટલી રહેલી છે. તેમજ પવનની ગતિ 41થી 61 વચ્ચે કિમી પ્રતિ કલાક સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, જુનાગઢ, તેમજ પોરબંદર અને મોરબી જિલ્લાઓમાં આવેલા સ્થળો પર હળવો વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો મધ્યમ વાવાઝોડા સાથે પવનની ગતિ 41થી 61 વચ્ચે પ્રતિ કલાક સાથે હળવો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી

આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો