Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક, સરકારી કર્મીઓની રજા રદ

સરહદી જીલ્લાના કલેકટરોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પ્રમાણે ત્વરિત નિર્ણય લેવા સત્તા અપાઈ છે. 24 કલાક દરેક જીલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગાંધીનગરમાં ભારત-પાક યુદ્ધ વચ્ચે તણાવભરી સ્થિતિને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી છે. તણાવને લઈ સ્પેશિયલ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક બોલાવવામાં આવી છે.  આજે સવારે 10.30 કલાકે બેઠકનું આયોજન કરાયું છે. ગુજરાતના સરહદી જિલ્લાઓની મુખ્યમંત્રી સમીક્ષા કરશે.

સરહદી જીલ્લાના કલેકટરોને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પ્રમાણે ત્વરિત નિર્ણય લેવા સત્તા અપાઈ છે. 24 કલાક દરેક જીલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરાઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગ, મહેસુલ વિભાગ, પોલીસ વિભાગના તમામ કર્મીઓની રજા રદ્દ કરવામાં આવી છે.  વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું

આ પણ વાંચો:આ તો બસ શરૂઆત છે, લાંબા સમય માટે તૈયાર રહો…PM મોદીએ આપ્યો ગર્ભિત સંકેત

આ પણ વાંચો:ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે સાયબર હુમલાની આશંકા, સરકારે એડવાઈઝરી જાહેર કરી