Gujarat News: ભુજમાં ઓપરેશન સિંદુર (Operation Sindoor)ને લઈ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસ સંયુક્ત સંસ્થાઓ દ્વારા કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં 500 બોટલ રકત એકત્રિત કરાશે, જે ભારતીય સૈનાના સૈનિકો માટે આ બ્લડ રિઝર્વ મૂકાશે. બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ સહિત નાગરિકો જોડાયા છે.
સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર છે. વીજળી કપાઈ તો ઇમરજન્સી માટે વ્યવસ્થા કરાઈ છે. સિવિલે 4 જનરેટર કિડની બિલ્ડિંગમાં એક્ટિવ કર્યા છે. સિવિલ તંત્રએ 750 KVAના 4 જનરેટર એક્ટિવ કર્યા છે. 250 KVAના ઓપીડી બિલ્ડિંગમાં એલર્ટ મોડ પર છે. જૂના ટ્રોમા સેન્ટરમાં 125 KVAનું એક જનરેટર મૂકાયું છે. કોઈપણ સમયે લાઈટ જાય ઓટોમેટિક જનરેટર શરૂ થઈ જાય અને દર્દીઓને હાલાકી ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ સજ્જ બન્યું છે. યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર રાખવામાં આવી છે. કલેક્ટર, મ્યુનિ. કમિશનર, પોલીસ અધિક્ષક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક પર નજર રાખી રહ્યા છે.
રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટની સુરક્ષામાં પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટ ડાયરેક્ટર, CISF દ્વારા સુરક્ષા સઘન કરાઈ છે. એર ઇન્ડિયા સહિતની ફલાઇટની ઉડાન સમય પર છે. જોકે, સુરક્ષા વચ્ચે પણ મુસાફરોની નહીવત અવરજવર જોવા મળી છે. હાલ એરપોર્ટ ઓથોરિટીની વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ કરાઈ રહી છે.
આ પણ વાંચો:BSF એ જૈશના 7 આતંકવાદીઓને કર્યા ઠાર, પાકિસ્તાનને વધુ એક ઝટકો
આ પણ વાંચો:ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે સાયબર હુમલાની આશંકા, સરકારે એડવાઈઝરી જાહેર કરી
આ પણ વાંચો:ભારત-પાક.નાં તણાવ વચ્ચે ગુજરાતમાં નમો ભારત રેપિડ રેલ રદ કરાઈ
