Dwarka News: દ્વારકા ઓપરેશન સિંદુરની સફળતા બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સાવધાન થઈ ગઈ છે. પાકિસ્તાનમાં હુમલા બાદ ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા એજન્સી સર્તક થઈ ગઈ છે. દરિયામાં ગયેલા માછીમારોને પરત બંદરે આવી જવા સૂચના આપી દેવામાં આવી છે.
ઓખામાં પોલીસ દ્વારા માછીમારોને સાવચેત કરાયા છે. દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. તમામ બોટનું સઘન ચેકીંગ કરવામાં આવે છે. મરીન પોલીસ, મરીન કમાન્ડો, એસઓજી સહિતની ટીમ દ્વારા કાંઠા પર સતર્કતા વધારવામાં આવી છે. નાઈટ પેટ્રોલિંગ કાંઠા વિસ્તારોમાં વધારવામાં આવી છે. રાત્રિ દરમ્યાન પોલીસ દ્વારા સચાણા બંદર પર માછીમારો સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
બ્લેકઆઉટની સૂચના મળે તો સહકાર આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. Dy.SP સાગર રાઠોડ દ્વારા કાંઠા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા છે. સરહદી વિસ્તારમાં આવેલા ઓખાબંદરે પોલીસની લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ડીવાયએસપી સાગર રાઠોડએ માછીમારો અને સ્થાનિકોને હાલની સ્થિતિમાં સાવચેત કર્યા છે. બ્લેકઆઉટની સૂચના મળે તો સહકાર આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:BSF એ જૈશના 7 આતંકવાદીઓને કર્યા ઠાર, પાકિસ્તાનને વધુ એક ઝટકો
આ પણ વાંચો:ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
આ પણ વાંચો:ઓઈલ કંપનીને કરવી પડી સ્પષ્ટતા! તેલનો પૂરતો જથ્થો છે, ચિંતા ન કરો
