Gujarat News: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ યુદ્ધવિરામ (Ceasefire)નો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશોએ સીઝફાયર કરતા ગુજરાતવાસીઓએ સરકારના નિર્ણયને વધાવ્યો છે. પ્રજાનું કહેવું છે કે અમે સૌ સરકારના નિર્ણયથી સહેમત છે. જો પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિ કરશે તો ભારત યોગ્ય જવાબ આપશે. અમે સૌ સરકારના નિર્ણય સાથે સહેમત છીએ.
અમેરિકાની મધ્યસ્થીથી લાંબી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ (Ceasefire) પર સંમત થયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે પોસ્ટ કરી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘અમેરિકાની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સામાન્ય સમજ અને કુશળ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ મુદ્દા પર ધ્યાન આપવા બદલ બંને દેશોનો આભાર. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વારંવાર ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ બની રહી છે, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે.
આ પણ વાંચો:ભારત-પાક. યુદ્ધવિરામ બાદ ચીનનું બદલાયું વલણ! ‘પાકિસ્તાન લોખંડ જેવો મજબૂત દોસ્ત’
આ પણ વાંચો:ભારતે સલાલ ડેમનાં 5 દરવાજા ખોલ્યા, પાક.માં પૂરની સ્થિતિ સર્જાઈ
