Gujarat News : ગુજરાતમાં ગયા વર્ષે ઉનામાં વિવાદાસ્પદ નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની ફરીથી વિવાદોમાં આવી છે. ગુજરાતના પાટીદાર સમાજની દિકરીઓ પર કરેલા નિવેદનને પગલે કાર્યવાહીની માંગણી થઈ રહી છે. કાજલ પર આરોપ છે કે તેણે એક કાર્યક્રમમાં પાટીદાર સમાજની દિકરીઓ પર બોયફ્રેન્ડ સ્વેપીંગ કરવાનો આરોપ વગાવ્યો હતો. આ અંગે મોરબીમાં રહેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ આપી છે. પનારાએ કહ્યું હતું કે તે આ લડાઈને હાઈકોર્ટ સુધી લઈ જશે.
કાજલ હિન્દુસ્તાનીનું મૂળ નામ કાજલ સિંગલા છે. તે પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે હિન્દુ સંગઠ્ઠનોના કેટલાય મંચ ઉપર પણ નજરે ચડી છે. મામલો ગરમાતા કાજલે આ સમગ્ર મામલાને કાવતરૂ ગણાવ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે પાટીદાર સમાજમાં રોષ નથી. આ રાજકારણ પ્રેરિત એક કાવતરૂ છે.
કાજલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મોરબીની પટેલોની છ છોકરીઓએ બીજા ધર્મના લોકોને પોતાના બોયફ્રેન્ડ બનાવ્યા હતા. વધુમાં તેણે કહ્યું હતું કે તે અંદરોઅંદર બોયફ્રેન્ડ સ્વેપીંગ કરી રહી હતી. તેના આ નિવેદનને કારણે મોરબીના રહેવાસી પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની પાસેથી માફીની માંગણી કરી છે. કાજલ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવવા તેમણે મોરબી સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. મનોજ પનારાએ આ બાબતે કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનથી મોરબીની પાટીદાર યુવતીઓના લગ્નમાં મુશ્કેલી સર્જાશે.
પોલીસ ફરિયાદ આપ્યા બાદ પનારાએપાટીદાર સમાજના લોકોને અપીલ કરી હતી કે તે આવા લોકોને કાર્યક્રમમાં ન બોલાવે. કાજલને માફી માંગવા પણ સમય અપાયો હોવાનું તેમણે કહ્યું હતું. પરંતુ તેણે આ બાબતે માફી ન માંગતા હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં આ મામલાને હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે. કાજલનું આ નિવેદન જૂનુ છે. જે તેની યુટ્યુબ ચેનલ પર પણ મોજુદ છે. તેણે આ નિવેદન 3 જૂન 2023 ના રોજ આપ્યું હતું. આ વિડીયોને અત્યારસુધીમાં 18 લાખ વ્યુઝ મળી ચુક્યા છે. કાજલ હિન્દુસ્તાની પોતાને સનાતની અને સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે રજુ કરતી આવી છે. તે મહિલાઓને સશક્ત બનાવવા સાથે લેવ જેહાદ જેવા મુદ્દાઓ પર નિવેદનો આપે છે.
ગુજરાતના પાટીદાર આંદોલનના પ્રમુખ રહી ચુકેલા લાલજી પટેલે પણ કાજલ હિન્દુસ્તાનીના નિવેદનનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે કાજલ હિન્દુસ્તાનીને એ ખબર નથી કે તે શુ બોલી રહી છે. રાજકોટના પાટીદાર અગ્રણી પરેશ ગજેરાએ પણ કાજલના નિવેદનનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તેની ભાષાનો સ્વીકાર ન કરી શકાય.
આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત
આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું
આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું
