Gujarat News :ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. સોમવારે હાઈકોર્ટે કહ્યું હતું કે તેને તપાસ એજન્સી ન બનાવવી જોઈએ અને દરેક ઘટના જનહિતની અરજીનો મામલો નથી.
મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂધ્ધ પી.માઈની ખંડપીઠે આ ઘટના સંદર્ભે સુઓ મોટો લેવા પર ઈન્કાર કરી દીધો અને કહ્યું હતું કે પોલીસ તેના પર વિચાર કરશે. માહિતી મુજબ હાઈકોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે એક વકીલે આ મુદ્દાને સુઓ મોટો લઈને જનહિતની અરજીના રૂપે ઉઠાવવાનો આગ્રહ કર્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે કહ્યું કે આ કોર્ટને પોલીસ તપાસકર્તા ન બનાવે. અમે તપાસ અધિકારી નથી. તે પહેલા વકીલ કે. આર. કોષ્ટીએ કહ્યું હતું કે પોલીસે એફઆઈઆરમાં તમામ કલમો સામેલ કરી નથી. આ બાબતે કોર્ટે તેમને કાનૂની પગલા લેવા કહ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ શનિવારની રાત્રે અંદાજે બે ડઝન લોકો કથિતપણે ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતા અને તેમણે નમાઝ પઢનારા વિદેશી વિદ્યાર્થીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. બાદમાં તેમની પર હૂમલો કર્યો હતો. જેમાં બે ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત
આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું
આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું
