Not Set/ આણંદ: રાજશીવાલય સિનેમા રોડ પાસે ઝડપાઇ ડુબ્લીકેટ નોટો, દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત

આણંદ આણંદ એલ.સી.બી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા આણંદમાં આવેલ અમીન ઓટોથી રાજશીવાલય સિનેમા રોડ પર ઝૂપડપટ્ટી પાસે વોચ ગોઠવી હતી. જેમાં બે શખ્સો પોતાના અલગ અલગ મોટર સાઇકલ પર જતા હતા. જેમને રોકી તપાસ કરતા તેમની પાસેથી ૧૦૦ રૂપિયાની ૮, ૫૦ ની ૨, અને ૫ રૂપિયાની ૩૩૧ ડુંબ્લીકેત નોટો મળી આવી હતી. ત્યાર બાદ […]

Top Stories Gujarat

આણંદ

આણંદ એલ.સી.બી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા આણંદમાં આવેલ અમીન ઓટોથી રાજશીવાલય સિનેમા રોડ પર ઝૂપડપટ્ટી પાસે વોચ ગોઠવી હતી.

જેમાં બે શખ્સો પોતાના અલગ અલગ મોટર સાઇકલ પર જતા હતા. જેમને રોકી તપાસ કરતા તેમની પાસેથી ૧૦૦ રૂપિયાની ૮, ૫૦ ની ૨, અને ૫ રૂપિયાની ૩૩૧ ડુંબ્લીકેત નોટો મળી આવી હતી.

ત્યાર બાદ પોલીસ ધ્વારા નામ ઠામ પૂછતા તે લોકો ધ્વારા આરોપી પોતાનું નામ પાર્થ હસમુખભાઈ પટેલ તેમજ બીજા આરોપીએ પોતાનું નામ પ્રવીણભાઈ મનુભાઈ ગોહેલ જણાવ્યું હતું.

તેમજ બંનેની અટકાયત બાદ પોલીસ ધ્વારા પુછપરછ કરતા પાર્થ પટેલના ઘરે આવી  જ બનાવટી  નોટો હોવાની ચોકાવનારી માહિતી પ્રાપ્ત થઇ હતી,

જ્યાર બાદ તેના ઘરે ૧૦૦ની ૬ ,૧૦ ની ૮, ૨૦ની ૨ અને ૫ની ૨૦ નોટો પ્રિન્ટ કરેલ મળી આવી હતી. તેમજ જે લેપટોપ માંથી ચલણી નોટો એડિટ કરી જે કલર પ્રિન્ટરથી પ્રિન્ટ કરતો હતો. તે બન્ને તેમજ બનાવટી ચલણી નોટો મળી કુલ દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી રિમાન્ડ માંગવાની આગળનીકાર્યવાહી હાથ ધરી છે.