Bhavnagar News : ભાવનગરમાં સોશિયલ મીડિયામાં ભયજનક મેસેજ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતીને પગલે ભય પેદા કરનારા મેસેજ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ZORO_ _855ના વપરાશકર્તા પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવા મેસેજ વાયરલ કર્યા હતા.ઉપરાંત સરકારના યુદ્ધ બાબતે ખોટા નિર્ણય અંગે મેસેજ વાયરલ કર્યા હતા.
આ અંગે ગંગાજળીયા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આઇનુલ અનિશભાઇ શેખ નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:જૂનાગઢના મોરબીનો યુવાન હનીટ્રેપનો ભોગ બન્યો
આ પણ વાંચો:યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યા, કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતોની પોલીસે કરી અટકાયત
આ પણ વાંચો:સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હનીટ્રેપનો ભોગ બન્યાં
