Gujarat Weather/ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, પ્રવાસન સ્થળો પર જોવા મળી લોકોની ભીડ

ગુજરાતમાં આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડશે. 

Top Stories Gujarat

Gujarat Weather: ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ IMDએ માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદથી તાપમાનનો પારો નીચે જશે, લોકોને ગરમીથી હાલ રાહત મળતા પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં 50-60 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાશે.

ઉપરોક્ત તમામ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતને કમોસમી વરસાદ ધમરોળશે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. દમણ અને દાદરા વિસ્તારમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને 30 થી 35 ટકા નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતમાં, કેરી મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં ઉગાડવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં, તે જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં ઉગાડવામાં આવે છે, જેમાં કચ્છની કેસર જાત સૌથી છેલ્લે લણણી પામે છે. રાજ્યના બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર, કેરીનું વાવેતર દક્ષિણ ગુજરાતમાં આશરે એક લાખ હેક્ટર અને સૌરાષ્ટ્રમાં આશરે 42,000 હેક્ટરમાં ફેલાયેલું છે. ગયા વર્ષે, દક્ષિણ ગુજરાતમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન 4 થી 4.25 ટન હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં તે થોડું વધારે હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું

આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળિયું વાતાવરણ રહેશે, ગાજવીજ સાથે પડશે વરસાદ