Surat News/ પાક.ના બંધ એરસ્પેસે ભારત માટે આવકના દરવાજા ખોલી આપ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિના કારણે પાકિસ્તાનનો એરસ્પેસ આંતરરાષ્ટ્રીય વિમાનો માટે બંધ હતો. આનો ફાયદો ભારતને થઈ ગયો. તેના કારણે ભારતમાં સુરતની એરસ્પેસ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ બની ગઈ.

Top Stories Gujarat Surat Breaking News

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિના કારણે પાકિસ્તાનનો એરસ્પેસ આંતરરાષ્ટ્રીય વિમાનો માટે બંધ હતો. આનો ફાયદો ભારતને થઈ ગયો. તેના કારણે ભારતમાં સુરતની એરસ્પેસ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ બની ગઈ. તેના કારણે ચીન, યુરોપ અને ગલ્ફ સહિતના દેશોના વિમાનો સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયા હતા. આના કારણે ભવિષ્યમાં કોઈ સંજોગોમાં પણ જો પાક.નો એરસ્પેસ બંધ થાય તો સુરતનો એરસ્પેસ ઇન્ટરનેશનલ હવાઈ રૂટનો મહત્વનો માર્ગ બની શકે છે.

સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાંથી 6,469 વિમાન આ સમયગાળા દરમિયાન પસાર થયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિના કારણે એરસ્પેસની સમસ્યા સર્જાઈ હતી. આમ પાકિસ્તાન પોતાનું હવાઈક્ષેત્ર બંધ કરતાં તેનો સીધો લાભ સુરતને થયો હતો. આ સમયગાળા દરમિયાન બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સુરતના એર સ્પેસમાંથી ઉડી હતી. સુરતનું હવાઈક્ષેત્ર વૈશ્વિક વિમાનો માટે વૈકલ્પિક માર્ગ બન્યું હતું.

આના કારણે ભારતને મહત્વનું વિદેશી હૂંડિયામણ રળી આપવામાં મદદ પણ મળી હતી. કોઈપણ દેશની બંધ એરસ્પેસ તેના નજીકના દેશ માટે કરોડો ડોલરના સ્વરૂપમાં આવક રળી આપે છે. આવું જ સુરતમાં ખુલેલી ભારતીય એરસ્પેસ માટે કહી શકાય. જો કે પાકિસ્તાન આગામી દિવસમાં તેની એરસ્પેસ ખુલ્લી મૂકશે ત્યારે સ્થિતિ પાછી પૂર્વવત્ થઈ જશે, કારણ કે પાકિસ્તાનને પણ રોજની કરોડો ડોલરની આવક ગુમાવવી પોષાય તેમ નથી.

તેની સામે ભારતીય લશ્કરે જાહેરાત કરી છે કે ઓપરેશન સિંદૂર હજી પૂરુ થયું નથી. આના કારણે જ્યાં સુધી બધુ જ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વિમાનો હજી પણ પાકિસ્તાનના એરસ્પેસમાંથી ઉડવાનું ટાળી શકે છે. આગામી દિવસોમાં આ મોરચે કોઈ મહત્વનો નિર્ણય લેવાય તેના પછી આ દિશામાં પાક.નો એરસ્પેસનો ઉપયોગ કરવાનું શરૂ કરે તેમ મનાય છે. તેથી પાકે એરસ્પેસ ભલે ખોલી, પરંતુ ભારતીય લશ્કરની એટેકિંગ પોઝિશન જોતાં આંતરરાષ્ટ્રીય વિમાની કંપનીઓ હજી પણ કોઈ જોખમ લેવા માંગતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાક. પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, જામનગર, ભૂજ જતી ફ્લાઈટ્સ રદ

આ પણ વાંચો:પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો નિર્ણય, દેશના 28 એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે

આ પણ વાંચો:ગુજરાતના 7 એરપોર્ટ પર NOTAM જારી, કોઈ ફ્લાઇટ ઉડશે નહીં, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય