Mahisagar News: મહીસાગર (Mahisagar)માં સગા કાકાએ 5 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ (Rape) કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરોપી કાકા ફરાર થઈ ગયા છે, પોલીસે પોક્સો (POCSO) હેઠળ ફરિયાદ દાખલ કરી નરાધમની શોધખોળ આદરી છે.
મહીસાગરમાં હચમચાવી દેતી ઘટના બનવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ હવસખોર સગા કાકાએ પોતાની ફૂલ જેવી ભત્રીજીને પીંખી નાંખતા દીકરીના માતાપિતા આઘાતમાં છે. દીકરીને હાલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. સગા કાકાએ 5 વર્ષની ભત્રીજી સાથે દુષ્કૃત્ય આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો. ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બાળકીનાં માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી નરાધમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
12 વર્ષથી ઓછી ઉંમરની દીકરી પર દુષ્કર્મ માટે સજા
જે કોઈ 12 વર્ષથી ઓછી ઉંમરની દીકરી પર દુષ્કર્મ કરે છે તેને 20 વર્ષથી ઓછી ન હોય તેવી સખત કેદની સજા થશે, પરંતુ જે આજીવન કેદ સુધી લંબાવી શકાય છે, જેનો અર્થ તે વ્યક્તિના કુદરતી જીવનના બાકીના સમય માટે કેદ અને દંડ અથવા મૃત્યુદંડ થશે. પરંતુ આ દંડ પીડિતના તબીબી ખર્ચ અને પુનર્વસનને પહોંચી વળવા માટે વાજબી અને ન્યાયિક રહેશે. વધુમાં, જો આ કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈપણ દંડ પીડિતને ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો:સગી દીકરી પર છ વર્ષ દુષ્કર્મ આચરનાર પિતા ઝડપાયો : પરિવારના ઠપકા બાદ પણ ન સુધરતાં જેલહવાલે કરાયો
આ પણ વાંચો:રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષની સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ
આ પણ વાંચો:જૂનાગઢમાં પરિણીત યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે કર્યુ દુષ્કર્મ
