Anand News/ પેટલાદમાં ઈશિતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતાં મશીન જપ્ત

અધિકારીઓએ પીસી એન્ડ પીએનડીટી કાયદાનો ભંગ થતાં તબીબી પ્રક્રિયાનાં તમામ રેકોર્ડ્સ જપ્ત કર્યા છે. 

Gujarat

Anand News: આણંદ (Anand)માં પેટલાદ (Petlad)માં ઈશિતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ (Illegal Pregnancy test) થતું હોવાનું સામે આવતા જીલ્લા આરોગ્ય વિભાગે રેડ પાડી સોનોગ્રાફી મશીન (Sonography Machine)ને જપ્ત કર્યુ છે. અધિકારીઓએ પીસી એન્ડ પીએનડીટી કાયદાનો ભંગ થતાં તબીબી પ્રક્રિયાનાં તમામ રેકોર્ડ્સ જપ્ત કર્યા છે.

આણંદ (Anand)માં હોસ્પિટલોમાં બાળકોનું ગર્ભ પરીક્ષણ ન થાય તેની સૂચનાનો અમલ થાય છે તે નહીં તેની ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ઝૂંબેશમાં પેટલાદ તાલુકામાં આવેલી ઈશિતા હોસ્પિટલમાં પીસી એન પીએનડી એક્ટ (PC-PNDT Act)નો ભંગ થતો હોવાનું માલૂમ પડ્યું હતુ. ગાયનેક ડોક્ટરોની આકસ્મિક તપાસમાં ઈશિતા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું ખુલ્યુ હતું. જેથી અધિકારીઓએ તાત્કાલિક સોનોગ્રાફી મશીન જપ્ત કર્યુ હતું.

માહિતી અનુસાર ઈશિતા હોસ્પિટલમાં સરકારનાં નિયમો વિરૂદ્ધ જઈને ગર્ભવતી મહિલાઓનાં ગર્ભમાં દીકરી છે કે દીકરો એ ચેક કરવામાં આવતું હતું, જે કાયદાકીય રીતે ગેરકાયદેસર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાનેરામાં ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ! જાગૃત નાગરિકે સ્ટિંગ ઓપરેશન કર્યુ

આ પણ વાંચો:ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો, સ્ટીંગ ઓપરેશનમાં તબીબની ગેરરીતિનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયુ