Mehsana news/ મહેસાણાના વડનગરમાં 1.73 લાખના ગાંજા સાથે આરોપીની ધરપકડ

SMC એ રિક્ષામાં ગાંજો લઈ જતા શખ્સને ઝડપી લઈને ચાર ફરાર શખ્સોની શોધ હાથ ધરી

Gujarat

Mehsana News : SMC (સ્ટેટ મોનિટરીંગ સેલ)ના અધિકારીઓને માહિતી મળી હતી કે વડનગરના બાદરપુર ગામ, મેટ્રો સુપર માર્કેટની સામેથી રિક્ષામાં કેટલાક શખ્સો ગેરકાયદે ગાંજાનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને રિક્ષા અટકાવી હતી.

તપાસ કરતા રિક્ષામાંથી રૂ. 1,73,830 ની કિંમતનો 17 કિલો 383 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, એક મોબાઈલ અને રિક્ષા મળીને કુલ રૂ. 2,24,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે વીસનગરના મસ્તાન નગરમાં રહેતા બાબુશા હુસેનશા ફકીરની ધરપકડ કરી હતી. જ્યારે ગાંજાનો જથ્થો મોકલનારા, ગાંજો મંગાવનારા સહિત ચાર શખ્સોસામે ગુનો નોંધીને તેમની શોધ ઙાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીનાં મોત મામલે પોલીસે કરી કાર્યવાહી

આ પણ વાંચો:અરવલ્લીનાં ધનસુરા નજીક ગેસ ગળતરથી લોકોના શ્વાસ અદ્ધર

આ પણ વાંચો:ભરૂચમાં ગેસ ગળતરથી ચારના મોત : GFL કંપનીના પ્લાન્ટમાં બની દુર્ઘટના