Surat News/ 20 કેક કાપી જાહેરમાં દાદાગીરી બતાવનાર ટીયા માલીયાનો વટ ઉતર્યો, પાંડેસરા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર 20થી વધુ કેક કાપીને બર્થડે ઉજવનાર ટીયા માલીયા (Tiya Maliya) સામે પોલીસે કાર્યવાહી કરી. પોલીસ સમક્ષ યુવકે ભૂલ સ્વીકારી માફીનો વીડિયો જાહેર કર્યો.

Top Stories Gujarat Surat Breaking News
જાહેર રસ્તા પર બર્થડે સેલિબ્રેશન ભારે પડ્યું, Tiya Maliya સામે પોલીસનો એક્શન

Surat News: શહેરના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર ભવ્ય જન્મદિવસની ઉજવણી કરનાર ટીયા માલીયા (Tiya Maliya) સામે પોલીસે કાર્યવાહી કરી છે. જાહેરમાં બર્થડે સેલિબ્રેશન, ફટાકડા ફોડવા અને લોકોમાં રોફ જમાવવાના મામલે પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ કાર્યવાહી બાદ યુવકે પોતાની ભૂલ સ્વીકારી માફીનો વીડિયો પણ જાહેર કર્યો છે.

જાહેર રસ્તા પર 20થી વધુ કેક સાથે બર્થડે સેલિબ્રેશન

મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં ટીયા દલાઈ ઉર્ફે ટીયા માલીયા (Tiya Maliya) નામના યુવકે જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ સમગ્ર ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા માટે રીલ પણ બનાવવામાં આવી હતી.વીડિયોમાં યુવક કાળા કાચવાળી કારમાંથી ઉતરતો જોવા મળ્યો હતો. ગળા અને હાથમાં સોનાના દાગીના પહેરીને તેણે રોફભરી એન્ટ્રી કરી હતી. રસ્તા પર ટેબલ ગોઠવીને 20થી વધુ કેક રાખવામાં આવ્યા હતા અને ધામધૂમથી કેક કાપવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.

Tiya Maliyaનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતાં પોલીસ હરકતમાં

સુરત શહેરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં જાહેર રસ્તા પર ઉજવણીનો વીડિયો વાયરલ થતાં પાંડેસરા પોલીસ તાત્કાલિક કાર્યવાહી માટે આગળ આવી હતી.પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી યુવકને શોધી કાઢ્યો હતો અને તેને પોલીસ મથકે બોલાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ કાર્યવાહી બાદ યુવકનો રોફ અને દાદાગીરીનો અંદાજ બદલાઈ ગયો હતો.

પોલીસ સમક્ષ ભૂલ સ્વીકારી માફી માંગી

પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ ટીયા માલીયા (Tiya Maliya) એ પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે સોશિયલ મીડિયા મારફતે માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો.વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, જાહેરમાં કેક કાપવી અને ફટાકડા ફોડવા જેવી બાબતો કાયદાની વિરુદ્ધ છે. તેણે પોતાની ભૂલ બદલ માફી માગી હતી અને અન્ય લોકોને પણ આવી ભૂલ ન કરવા અપીલ કરી હતી.પોલીસની કાર્યવાહી બાદ જાહેરમાં કાયદાનો ભંગ કરીને રોફ બતાવનારાઓ માટે આ ઘટના એક સંદેશ સમાન બની છે.


આ પણ વાંચો:સુરત લાફકાંડ બાદ હવે નવો વિવાદ, ભાજપ નેતાએ કરી જાહેરમાં કેક કાપી ઉજવણી

આ પણ વાંચો:નવસારીમાં જાહેરમાં તલવારથી કેક કાપ્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:સુરતના ઉન વિસ્તારમાં જાહેરમાં કેક કાપવાનો મામલો, પોલીસે મોહસીન શેખ સહિત 7 શખ્સોની કરી ધરપકડ