Rajkot News/ સગીર વયની રેપ પીડિતાએ બાળકીને જન્મ આપ્યો, 33 વીકના ગર્ભના અબોર્શનની HCની મંજૂરી બાદ સફળ ડિલિવરી

હાલ રાજકોટની જનાના હોસ્પિટલમાં માતા અને દીકરી સારવાર હેઠળ છે

Gujarat Rajkot

Rajkot News : રાજકોટમાં 13 વર્ષની સગીર વયની રેપ પીડિતાએ બાળકીને જન્મ આપ્યો છે. હાઈકોર્ટે 33 અઠવાડિયાના ગર્ભના અબોર્શનની મંજુરી આપી હતી બાદમાં બાળકીની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ રાજકોટ શહેરમાં રહેતી 13 વર્ષીય સગીરા સાથે તેના જ પિતરાઈ ભાઈ અને પિતરાઈ ભાઈના મિત્રએ મળી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ 12 મેના રોજ હાઈકોર્ટે સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. આમ દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી હતી.

13 મેના રોજ મંગળવારે સગીરાને પોલીસ પ્રોટેકશન સાથે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગઇકાલે શનિવારે (17 મે, 2025) સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે. હાલ રાજકોટની જનાના હોસ્પિટલમાં માતા અને દીકરી સારવાર હેઠળ છે અને બન્નેની તબિયત સ્થિર છે. આગામી એકાદ સપ્તાહ સુધી માતા-દીકરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

માતાના ડિવોર્સનું દર્દ અને સગા પિતાના પ્રેમ વિના બાળકી જિંદગી વિતાવી રહી હતી, પરંતુ સગીર પિતરાઈ ભાઈએ જ એક એવો જખમ આપ્યો કે હવે આ દીકરીએ પોલીસ સ્ટેશનથી લઈ હાઇકોર્ટના દ્વારથી લઈ હવે ICU સુધી પહોંચી રમવાની ઉંમરે માતા બની ગઈ છે. આ પીડાદાયક સફરમાં તેની સાથે ક્યારે શું થયું? અને કેવી કેવી યાતનામાંથી પસાર થવું પડ્યું એ અંગે જણાવાયું છે.

મેડિકલી એક્સપર્ટના મતે કોઈપણ પ્રેગ્નન્સી જોખમી જ હોય છે, પરંતુ કોઈ કેસમાં જોખમ ઓછું તો કોઈ કેસમાં વધુ રહેતું હોય છે. એમાં પણ એક નાની ઉંમરમાં પ્રેગ્નન્સી અને એક મોટી ઉંમરમાં પ્રેગ્નન્સી આવે તો આ હાઇરિસ્ક માનવામાં આવે છે. આ કેસમાં પણ બાળકીની ઉંમર માત્ર 13 વર્ષ છે, એટલે આ પણ હા​​​​​​ઇરિસ્કી પ્રેગ્નન્સી કેસ હતો. આમ છતાં રાજકોટના તબીબો દ્વારા હાઈરિસ્ક ઓપરેશન સાથે સફળ સારવાર કરી સગીરા અને તેના ગર્ભમાં રહેલ બાળકને બચાવી લેવામાં આવ્યું છે.

હાલ બન્નેની તબિયત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સારવાર કરવી એ તબીબો માટે પણ ચેલેન્જ રૂપ કેસ હતો. કારણ કે 32 સપ્તાહ ગર્ભ પછી એમાં રહેલું બચ્ચું વાયેબલ એટલે કે, તે જીવી શકે એવું માનવામાં આવે છે. આ કેસમાં સગીરાને 33 સપ્તાહનો ગર્ભ હતો અને તેનું વજન પણ લગભગ 1.99 કિલોગ્રામ જેટલું હતું. માટે આ કેસમાં સારવાર કરવી એ તબીબો માટે પણ એક મોટો પડકાર હતો.

હાઈકોર્ટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય જનરલ હોસ્પિટલને પીડિતાની મેડિકલ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં સરકાર પક્ષે રિપોર્ટ રજૂ કરી જણાવાયું હતું કે, હાલ પીડિતાને 33 સપ્તાહનો ગર્ભ રહેલો છે અને તેના ગર્ભપાતમાં હાઇરિસ્ક પણ રહેલું છે. પીડિતાને એનીમિયા અને માઈલ્ડ ઈન્ટેલેક્યુઅલ ડિસેબિલિટી પણ હોવાનું સામે આવ્યું છે. તેથી એનીમિયાના મૂલ્યાંકન અને એની સુધારણા બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરી શકાય એમ હોવાનું નિષ્ણાત ડોકટરોની પેનલે રિપોર્ટમાં સૂચિત કર્યું હતું. આ સાથે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વર્ષ 2021માં SRS (સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ)ના આંકડા મુજબ દર 1 લાખ માતાઓ પૈકી બાળકને જન્મ આપતી વખતે ગુજરાતમાં 53 માતા મૃત્યુ પામે છે.

કોર્ટ દ્વારા ઓપરેશન સમયે લોહીની વ્યવસ્થા રાખવા અને એક્સપર્ટ ડોક્ટરોની ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું.સગીરા-પરિવારની સહમતી બાદ પ્રોસેસ કરાઈરાજકોટની 13 વર્ષની સગીરાને 33 સપ્તાહના ગર્ભપાત માટે 13 મેના જનાના હોસ્પિટલમાં દાખલ કર્યા કરી 14 મેના રોજ મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. મેડિકલી એક્સપર્ટ કમિટી, જેમાં 4થી 5 જેટલા નિષ્ણાત તબીબ દ્વારા રિપોર્ટ તપાસી ગર્ભપાત માટે પ્રોસેસ કરવા અંગે સગીરા તેમજ પરિવારજનોની સહમતી મેળવવામાં આવી હતી. બાદમાં ગર્ભપાત માટે ગઈકાલે શનિવારના રોજ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે શનિવારે હાઈરિસ્કી કેસમાં ડોક્ટરોએ જરૂરી પ્રોસેસ કરી પ્રસુતિ કરાવતા સગીરાએ દીકરીને જન્મ આપ્યો છે.
આ કેસ હાઈરિસ્ક અને ડોક્ટરો માટે મોટો પડકાર હતો

મેડિકલી એક્સપર્ટના મતે કોઈપણ પ્રેગ્નન્સી જોખમી જ હોય છે, પરંતુ કોઈ કેસમાં જોખમ ઓછું તો કોઈ કેસમાં વધુ રહેતું હોય છે. એમાં પણ એક નાની ઉંમરમાં પ્રેગ્નન્સી અને એક મોટી ઉંમરમાં પ્રેગ્નન્સી આવે તો આ હાઇરિસ્ક માનવામાં આવે છે. આ કેસમાં પણ બાળકીની ઉંમર માત્ર 13 વર્ષ છે, એટલે આ પણ હા​​​​​​ઇરિસ્કી પ્રેગ્નન્સી કેસ હતો. આમ છતાં રાજકોટના તબીબો દ્વારા હાઈરિસ્ક ઓપરેશન સાથે સફળ સારવાર કરી સગીરા અને તેના ગર્ભમાં રહેલ બાળકને બચાવી લેવામાં આવ્યું છે.

હાલ બન્નેની તબિયત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં સારવાર કરવી એ તબીબો માટે પણ ચેલેન્જ રૂપ કેસ હતો. કારણ કે 32 સપ્તાહ ગર્ભ પછી એમાં રહેલું બચ્ચું વાયેબલ એટલે કે, તે જીવી શકે એવું માનવામાં આવે છે. આ કેસમાં સગીરાને 33 સપ્તાહનો ગર્ભ હતો અને તેનું વજન પણ લગભગ 1.99 કિલોગ્રામ જેટલું હતું. માટે આ કેસમાં સારવાર કરવી એ તબીબો માટે પણ એક મોટો પડકાર હતો.

હાઈકોર્ટે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય જનરલ હોસ્પિટલને પીડિતાની મેડિકલ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં સરકાર પક્ષે રિપોર્ટ રજૂ કરી જણાવાયું હતું કે, હાલ પીડિતાને 33 સપ્તાહનો ગર્ભ રહેલો છે અને તેના ગર્ભપાતમાં હાઇરિસ્ક પણ રહેલું છે. પીડિતાને એનીમિયા અને માઈલ્ડ ઈન્ટેલેક્યુઅલ ડિસેબિલિટી પણ હોવાનું સામે આવ્યું છે. તેથી એનીમિયાના મૂલ્યાંકન અને એની સુધારણા બાદ ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરી શકાય એમ હોવાનું નિષ્ણાત ડોકટરોની પેનલે રિપોર્ટમાં સૂચિત કર્યું હતું. આ સાથે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વર્ષ 2021માં SRS (સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ)ના આંકડા મુજબ દર 1 લાખ માતાઓ પૈકી બાળકને જન્મ આપતી વખતે ગુજરાતમાં 53 માતા મૃત્યુ પામે છે.

કોર્ટ દ્વારા ઓપરેશન સમયે લોહીની વ્યવસ્થા રાખવા અને એક્સપર્ટ ડોક્ટરોની ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું.13 વર્ષીય સગીરા ગર્ભવતી હોવાનો મામલો 29 એપ્રિલ 2025ના રોજ ત્યારે સામે આવ્યો હતો, જ્યારે મહારાષ્ટ્રમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પોતાના સંબંધીને ત્યાં ફરવા ગયેલી સગીરાને પેટમાં દુઃખાવો ઊપડતાં તેમનાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયાં હતાં, જ્યાં ડોક્ટરે સગીરા ગર્ભવતી હોવાની જાણ કરી હતી.

માતાએ સગીરાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં રાજકોટમાં તેની પાડોશમાં રહેતા સગીરે તેના પર દુષ્કર્મ આચર્યાની હકીકત જણાવતાં ફરિયાદ નોંધવામાં આવી હતી. રાજકોટ પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી તો પીડિતાના પિતરાઈ ભાઈએ પણ છથી સાત વખત દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું હતું. બંને સગીર સામે દુષ્ક્રર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ધરપકડ કરી બાળ અદાલતમાં રજૂ કરતા બંનેને બાળ રિમાન્ડ હોમમાં મોકલાયા હતા, જ્યાંથી બંનેનો જામીન પર છુટકારો થઈ ગયો હતો.

પોલીસે પીડિતાની પૂછપરછ કરતાં તેણે એક નહીં, પરંતુ બે-બે તરુણે તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું, જેમાંથી એક તરુણની ઉંમર 16 વર્ષ આસપાસ છે, જ્યારે બીજા તરુણની ઉંમર 13 વર્ષની આસપાસ છે. 16 વર્ષનો તરુણ ભોગ બનનારી કિશોરીનો નજીકનો સંબંધી છે. તેણે ભોગ બનનારી કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી, જેના કારણે તેણે તેનું નામ માતા-પિતાને જણાવ્યું નહોતું.

આ જ કારણથી ફરિયાદમાં માત્ર એક જ તરુણનું નામ હતું. જે તરુણે ભોગ બનનાર કિશોરી ઉપર ગત નવરાત્રિ દરમિયાન એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે ભોગ બનનારી કિશોરીનો જે નજીકનો સંબંધી છે, તેણે 6થી 7 વખત દુષ્કર્મ ગુજાર્યાનું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે તેનાં માતા-પિતા જ્યારે કામ પર જતાં ત્યારે તેનો નજીકનો સંબંધી તરુણના ઘરે આવી તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. જ્યારે તેના સંબંધી તરુણના મિત્રએ ગત નવરાત્રિ દરમિયાન એક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

બાળકને ફેમિલી રાખવા માગતી ના હોય તો કાયદા મુજબ જન્મના ચાર મહિના સુધી માતા બાળકને રાખી શકે છે. ત્યાં સુધી બાળકને રાખવું કે નહીં એનો નિર્ણય કરવાનો રહે છે. બાદમાં તે બાળક સરકારને આપી દેવું પડે છે.કેન્દ્ર સરકારમાં સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીનું લાઇવ પોર્ટલ હોય છે. બાળક દત્તકની પ્રક્રિયા માટે ભાવિ માતા-પિતાએ તેની પર એપ્લિકેશન આપવાની હોય છે તેમજ ડોક્યુમેન્ટ ઓનલાઈન જમા કરાવવાના રહે છે. જે જિલ્લામાંથી અરજી આવી હોય ત્યાં સરકારી અધિકારીઓ ચેકિંગ માટે જાય છે. ડોક્યુમેન્ટ ફિઝિકલ વેરિફાય કરીને ફરી પોર્ટલ પર અપલોડ કરે છે.

ત્યાર બાદ બાળક દત્તક લેવા ઇચ્છતા લોકોના લિસ્ટ પ્રમાણે નંબર આવે ત્યારે બાળક દત્તક આપવાની કાર્યવાહી કરાય છે. સામાન્ય રીતે છોકરો, છોકરી, ભાઈ-બહેન, બે ભાઈ, અને બે બહેન એમ કેટેગરી પ્રમાણે બાળક દત્તક અપાય છે. કેટેગરી પ્રમાણે માતા-પિતાને મેસેજ જાય છે. દત્તક લેનાર પેરેન્ટ્સ બાળકનો મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવી શકે છે. એડોપ્શન કમિટીની મિટિંગ બાદ બાળક દત્તક અપાય છે. સિબ્લિંગ કેટેગરીમાં બાળક દત્તક મળવાની શક્યતા વધી જાય છે

જો બાળક સરકાર લઈ લે તો તેના 61મા દિવસથી બાળક પરત મળતું નથી. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે 18 વર્ષ સુધીના બાળકને દત્તક આપવાની જોગવાઈ છે.શું છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ?મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એટલે કે MTP કાયદા હેઠળ મહિલાઓને 20 સપ્તાહના ગર્ભને એક ડોક્ટરની સલાહ પર ખતમ કરવાની મંજૂરી છે. વિશેષ કેટેગરીવાળી મહિલાઓ માટે બે ડોક્ટરોની સલાહ પર પ્રથમ 20 સપ્તાહ સુધી અબોર્શનની અનુમતિ હતી, જેને વધારીને 24 સપ્તાહ કરવામાં આવી હતી. જો ગર્ભ 24 સપ્તાહથી વધુનો હોય તો નવા કાયદા અંતર્ગત મેડિકલ બોર્ડની અનુમતિથી ગર્ભપાત કરી શકાશે.

2017માં સુપ્રીમે 32 વીકના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતીવર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે મુંબઈની 13 વર્ષીય દુષ્કર્મ પીડિતાનો 32 અઠવાડીયાના ગર્ભનો ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી. આ સગીરા પર તેમના પિતાના જ એક ઓળખીતા વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું.જ્યારે 2024માં પણ સુપ્રીમ કોર્ટે 14 વર્ષની સગીરાનો 30 વીકના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતને નામંજૂર કર્યો હતો. ત્યાર બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રની દાહોદ પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:દાહોદમાં મનરેગા કૌભાંડનો આંકડો વધ્યો, મંત્રીઓ માટે પણ ‘મનરેગા’!

આ પણ વાંચો:દાહોદમાં પોલીસે નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો