Kheda News/ ખેડાના ચકલાસી ખાતેથી દારૂના જથ્થા સાથે 57.62 લાખનો મુદ્દામાલ કબજે

SMCના અધિકારીઓએ બે શખ્સોની ધરપકડ કરી, ત્રણ આરોપી ફરાર

Gujarat

Kheda News : ખેડાના ચકલાસી સોડપુર ગામ, બળિયાદેવ મંદિર નજીકથી કેટલાક શખ્સો વાહનમાં દારૂનો જથ્થો લઈને જવાના હોવાની માહિતી SMC(સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને વાહન અટકાવીને તપાસ કરી હતી. જેમાં વાહનમાંથી રૂ. 41,45,690 ની કિંમતની 17,651 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો, વાહન, બે મોબાઈલ રોકડ રકમ વગેરે મળીને કુલ રૂ. 57.62,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે વાહનના ડ્રાઈવર અને રાજસ્થાનના રહેવાસી દેવરામ આર. કુંકણા તથા રસ્તો બતાવનારા ખેડાના અલ્પેશ જી.સોઢાની ધરપકડ કરી હતી.

જ્યારે દારૂનો જથ્થો મંગાવનારા ખેડાના નડિયાદના પાલડી ખાતે રહેતા અરવિંદ ઉર્ફે જાફર સોઢા પરમાર, ટ્રકનો માલિક અને દારૂનો જથ્થો મોકલનારા એમ ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચકલાસી પોલીસ સ્ટેશન કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં ક્રિપ્ટો કરન્સીના નામે સાઇબર ફ્રોડ, 33 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

આ પણ વાંચો: સુરતના સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં સાઇબર ફ્રોડ ટોળકીને બેન્ક એકાઉન્ટ કિટ સપ્લાય કરનારા હીરા દલાલની ધરપકડ