@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ – ભુજ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસ દરમ્યાન ભારતીય સેનાની વિવિધ પાંખો એરફોર્સ, કોસ્ટગાર્ડ, બી.એસ.એફ. તેમજ ડિફેન્સના જવાનોને મળી સૈનિકોનો જુસ્સો વધાર્યો હતો.
રાજ્યપાલએ ભુજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લઈ કેન્ટ એરિયામાં સેના પરિવાર માટે ઉપલબ્ધ શિક્ષણ, રિક્રિએશન સહિતની વિવિધ સવલતો અને પ્રવૃતિઓથી અવગત થયા હતા.
આ તકે રાજ્યપાલ દેવવ્રતજીએ સૈનિકો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે, આપ લોકો ‘એક ભારત શ્રેષ્ઠ ભારત દેશ’ની બેજોડ મિસાલ છો. આપ સૌ જવાનો બહાદુરી, શૌર્ય, વીરતા અને બલિદાન થકી દેશના જનજનમાં હૃદયમાં બિરાજમાન છો અને દેશવાસીઓને તમારા પર ગર્વ છે તેમ જણાવી રાજ્યપાલએ દેશના સૈનિકોની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.
આ તકે રાજ્યપાલ દેવવ્રતજીએ ભુજ મિલિટરી સ્ટેશન સ્થિત શ્રદ્ધાંજલિ પાર્કની મુલાકાત લઈ વીર શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે સૈનિક સ્કૂલના છાત્રો સાથે ગોષ્ઠિ કરી બાળકોને ભણીગણી દેશની સેવાર્થે આગળ આવવા શીખ આપી હતી. આ પ્રંસગે રાજ્યપાલના હસ્તે દિવ્યાંગ બાળકોને ભેટ આપવામાં આવી હતી. રાજ્યપાલએ શસ્ત્ર પ્રદર્શન પણ નિહાળ્યું હતું.
આ મુલાકાત દરમ્યાન લેડી ગર્વનર શ્રીમતી દર્શનાદેવી, બ્રિગેડિયર સુધાંશુ શર્મા – સેના મેડલ, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત તેમજ અધિકારીઓ અને સેનાના અધિકરીઓ, જવાનો ઉપસ્થિત રહ્યા હતાં
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
