Morbi News : ચરાડવા મહાકાળી આશ્રમના મહંત દયાનંદગિરિ બાપુનું 133 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. મહંત દયાનંદગિરિ બાપુનાં અંતિમ દર્શન માટે ગામમાં ભવ્ય પાલખીયાત્રા નીકળી હતી. તેમને આશ્રમમાં જ સમાધિ આપવામાં આવી હતી. બ્રહ્મલીન દયાનંદગિરિ બાપુ મૂળ ઓડિશા રાજ્યના કટકના વાતની હતા. આશરે 35-37 વર્ષ પહેલાં તેઓ ચરાડવા ગામે આવ્યા હતા. અત્યારે જ્યાં મહાકાળી આશ્રમ છે ત્યાં ખરાબ અને બંજર જમીન હતી. આ જમીનને સુધારીને તેમણે આશ્રમ બનાવ્યો હતો.
બ્રહ્મલીન દયાનંદગિરિ બાપુનાં અંતિમ દર્શન માટે ચરાડવા ગામમાં પાલખીયાત્રા યોજવામાં આવી. આ યાત્રામાં ગામના રહેવાસીઓ અને આશ્રમ સાથે જોડાયેલા અનેક ભક્તોએ ભાગ લીધો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સુરેશ મહેતા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો નિયમિત રીતે આશ્રમની મુલાકાત લેતા હતા.મહંત દયાનંદગિરિ બાપુ સાથે આસ્થા અને શ્રદ્ધાથી જોડાયેલા અનેક ભક્તો તેમની પાખીયાત્રામાં જોડાયા હતા. પાલખીયાત્રા બાદ સાંજે તેમને આશ્રમમાં જ સમાધિ આપવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો પણ હાજર રહ્યા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરેશભાઈ મહેતા સહિતના ઘણા બધા રાજકીય અને સામાજિક આગેવાનો બાપુના અનુયાયીઓ હતા અને મહાકાળી આશ્રમ ખાતે માતાજીનાં દર્શન કરવા માટે તથા દયાનંદગિરિ બાપુના આશીર્વાદ મેળવવા માટે અવારનવાર આવતા હતા.33 વર્ષની વયે બ્રહ્મલીન થયેલા મહંત દયાનંદગિરિ બાપુના નામે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવાની શક્યતા છે.
તેમની પહેલા ભારતમાં અને વિશ્વ સૌથી વધુ વર્ષ સુધી જીવન જીવનાર યોગગુરુ પદ્મશ્રી સ્વામી શિવાનંદ હતા, જેમનું તાજેતરમાં 28 ફેબ્રુઆરી 2025ના રોજ 130 વર્ષની વયે નિધન થયું છે. તેમનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ થયો હતો.
