Gandhinagar News: નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ 30 મે 2025 ના રોજ ગુજરાતના નર્મદા, ડાંગ અને મોરબી જિલ્લાઓમાં તેની ત્રણ નવી જિલ્લા વિકાસ મેનેજર (DDM) કચેરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કચેરીઓ આ જિલ્લાઓમાં ગ્રામીણ વિકાસ, નાણાકીય સર્વસમાવેશકતા અને ભારત સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સના સંકલનમાં તેમની ભૂમિકા ભજવશે. જિલ્લા વિકાસ મેનેજર કચેરીઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન નાબાર્ડના નાયબ વ્યવસ્થાપન નિયામક એ. કે. સૂદ અને જી. એસ. રાવતના હસ્તે કરવામાં આવ્યું હતું.
નાબાર્ડ, ગુજરાતનાં ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘલે માહિતી આપી હતી કે, નાબાર્ડ ગ્રામીણ વિકાસ (Rural Development) માટે ટોચની નાણાકીય સંસ્થા તરીકે ગ્રામીણ માળખાગત સુવિધા, કૃષિ અને બિનખેતી ક્ષેત્રનાં વિકાસમાં, સ્વસહાય જૂથોને નાણાકીય સહાય અને ગુજરાતમાં ગ્રામીણ સહકારી વ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજરો (DDM) જિલ્લાની ધિરાણ ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ માળખાગત સુવિધાને લગતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના સરળ અમલીકરણની ખાતરી કરે છે અને ભારત સરકાર અને રાજ્ય સરકારની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોનું સંકલન કરે છે. ડાંગ, નર્મદા અને મોરબીમાં જિલ્લા વિકાસ વ્યવસ્થાપકોની કચેરીઓ શરૂ થવાથી સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણને વેગ મળશે અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન મળશે. નાબાર્ડ ટૂંક સમયમાં પોરબંદર અને દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ મેનેજર (District Developlment Manager)ની કચેરી પણ શરૂ કરી રહ્યું છે.
નાબાર્ડે ડાંગ જિલ્લાના મેનેજર વિકાસ ચારમલ, નર્મદા જિલ્લાના મેનેજર અમિતા સાંખવાલ અને મોરબી જિલ્લાના મેનેજર આદિત્ય નિકમની જિલ્લા વિકાસ મેનેજર તરીકે નિમણૂક કરી છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ મેનેજરની કચેરીઓમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ અને વરિષ્ઠ બેન્કરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચશે, નાબાર્ડે મંજૂર કર્યા ₹2006 કરોડ
આ પણ વાંચો:ગાંધીનગરમાં આજે નાબાર્ડ સ્ટેટ ક્રેડિટ સેમિનાર , CM
આ પણ વાંચો:ગૃહમાં લેખિતમાં નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું , નાબાર્ડના ડેટા મુજબ ખેડૂતો પર 16.8 લાખ કરોડનું દેવું
