Ahmedabad News : કૂતરા કરડવાની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને તેમના પાલતુ કૂતરાઓની નોંધણી કરાવવા વિનંતી કરી છે.અમદાવાદ શહેરની હદમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)ના માલિકો, નાગરિકોને જણાવવાનું કે નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નિર્દેશનો, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની વખતોવખતની ગાડઈડલાઈન, ધી ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ-1990, ભારત સરકારના Ministry Og Fisheries, Animal Husbandry And Dairying New Delhi દ્વારા પ્રસિધ્ધ થયેલ એનિમલ બર્થ કંટ્રોલ(ABC)ડોગ્સ રૂલ્સ-2023 તથાnational Action Plan for Dog Madiated Rabies Elimnation From India,2030 (NAPRE),Rabies Free Ahmedabad cityની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજીસ્ટ્રેશનની રકમ રૂ.200 તથા મુદત તા.31.05.2025 સુધી રાખવામાં આવી હતી.

જેની મુદત પુરી થતી હોવાથી તા.1.06.2025થી 30.06.2025 દરમિયાન પ્રતિ પાલતુ શ્વાન(પેટ ડોગ) નોંધણી ફી રૂ. 200થી વધારીને રૂ.500 કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://shmedsbsdcity.gov.in પરથી ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ.500ની ચુકવણી કરી નોંધણી કરાવવી ફરજિયાત બની છે. તારીખ 31.05.2025 સુધીમાં 13677 પેટ ઓનર્સ દ્વારા 15504 પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.
જરૂરી પુરાવા પ્રક્રિયા
અરજદારનું આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ
અરજદારનું ટેત્ક્ષ બિલ, અરજદારનું લાઈટ બિલ
અરજદારનો ફોટોગ્રાફ, પાલતુ શ્વાન (પેટ ડોગ)નો ફોટોગ્રાફ્સ, પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખવાના શ્ખળનો ફોટોગ્રાફ્સ
રજીસ્ટર્ડ વેટરનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલ વેક્સિન કાર્ડ (પેટ ડોગ)
જો આપના પેટ ડોગનું રડીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો આજે જ ઉપર મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
માર્ગદર્શનની વધુ જરૂર જણાય તો સુપ્રિન્ટેન્ડન્ટ(CNDC)ના મોબાઈલ નંબર 9227725713 અને વેટરનરી ડોક્ટર (CNDC)નામોબાઈલ નંબર 9099152977 પર સંપર્ક કરવાનો રહેશે.
આ પણ વાંચો:બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો:બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….
આ પણ વાંચો:ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ અને બિલિંગ સાઇકલ નક્કી કરી શકશે!
