Gandhinagar News: ગાંધીનગર (Gandhinagar)માં મેટ્રો રૂટ (Metro Route) પર કેબલ કાપવાની ઘટના સામે આવી છે. ગઈકાલે મોડી રાત્રે તાંબાનાં વાયર ચોરીનો બનાવ બનતાં પોલીસ દોડતી થઈ હતી. અગઉ અમદાવાદમાં મેટ્રો રેલનાં કેબલ (Cabel) ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
ગાંધીનગરમાં કોબા સ્ટેશન (Koba Station) નજીક મેટ્રો રૂટ કોપર કેબલ ચોરાઈ ગયાની ઘટના બની હતી. મોડી રાત્રે 13.28 લાખનાં કોપર કેબલ ચોરી થઈ ગયા હતા. પોલીસે કેસ નોંધીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અમદાવાદ શહેરમાં આજે IPL ફાઈનલ હોવાથી મેટ્રોનો ભારે ઘસારો રહેવાનો છે ત્યારે તંત્રએ ખડેપગે સમગ્ર કાર્યવાહી કરવાની નોબત આવી છે.
અગાઉ અમદાવાદમાં શાહપુરથી જૂની હાઈકોર્ટના રૂટમાં કેબલ (Cabel) ચોરી થવાની પણ ઘટના સામે આવી હતી. પરિણામે શાહપુરથી એપરલ પાર્ક સુધીની મેટ્રો રેલ સેવા કામચલાઉરૂપે બંધ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, મેટ્રોને વીજળી પૂરી પાડતા કેબલની ચોરીની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. મેટ્રો (Ahmedabad Metro) સેવા બંધ રહેતા વહેલી સવારથી મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. મેટ્રો વિભાગે હજુ સુધી સત્તાવાર નિવેદન આપ્યું નથી. પોલીસે કેબલ ચોરની તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો:મેટ્રો હવે સચિવાલય સુધી દોડશે, આજથી મુસાફરોને મળશે મોટી રાહત!
આ પણ વાંચો:ગુજરાત મેટ્રોમાં બમ્પર ભરતી, જાણો કેવી રીતે અરજી કરવી
આ પણ વાંચો:ખુશખબર : અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે 15મીથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે મેટ્રો
