Breaking News/ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 71 પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. 29 વર્ષીય યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 65 વર્ષીય પુરુષ પણ કોરોનાથી સંક્રમિત થયો છે.

Top Stories Gujarat Breaking News

Breaking News: અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.. સતત વધી રહેલા કેસોએ ચિંતાનો માહોલ સર્જ્યો છે.. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ નોંધાયા છે.. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે.. સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ 20 વર્ષીય યુવકનું કોરોનાથી મૃત્યુ થયું છે. અમદાવાદમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 401 પર પહોંચી ગઈ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે.

ગઈકાલે રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 108 નવા કેસ નોંધાયા હતા.. રાજ્યમાં અત્યાર સુધીમાં 43 દર્દીઓ સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

ભાવનગર શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. 29 વર્ષીય યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 65 વર્ષીય પુરુષ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંને દર્દીઓને ઘરે જ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 2 દર્દીઓને કોરોના મુક્ત થયા બાદ રજા આપવામાં આવી છે. દેશની વાત કરીએ તો, દેશમાં કોવિડ-19 ના સક્રિય કેસોની સંખ્યા 4302 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 276 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 581 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 3281 કોવિડ-19 દર્દીઓ સ્વસ્થ થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેશમાં કોરોનાના 3961 સક્રિય કેસ, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કયા રાજ્યોમાં વધુ જોખમ છે?

આ પણ વાંચો:કોરોનાને લઈને તંત્રની પોલંપોલ : કોરોનાથી બેના મોત છતા આરોગ્યમંત્રીને જોખમી લગતો નથી

આ પણ વાંચો:જો કોરોનાની ચોથી લહેર આવશે, તો તે 28 દિવસ સુધી ચાલશે : નિષ્ણાતે કહ્યું- નવા વેરિઅન્ટ પર હાલની રસી બિનઅસરકારક છે,દેશમાં ૧૩૪૮ સક્રિય કેસ છે