Ahmedabad News/ પેટ ડોગ (પાલતુ શ્વાન)ના રજીસ્ટ્રેશનની અંતિમ તક માટેની છેલ્લી ચેતવણી માટેની જાહેર નોટિસ, પેટ ડોગ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ….૩૦/૦૬/૨૦૨૫

સીએનસીડી વિભાગની આવનાર ટીમને આ કામગીરીમાં સહકાર આપવા તમામને અપીલ કરવામાં આવી

Gujarat Ahmedabad

Ahmedabad News : એ.બી.સી. રૂલ્સ-૨૦૨૩તથા NAPREરેબીસ ફી અમદાવાદ સીટી-૨૦૩૦ નો એક્શન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ થી પેટ ડોગની નોંધણી સંદર્ભ અન્વયે ફરજિયાત બનાવવા પ્રસિધ્ધ કરાયેલ જાહેર નોટીસ અન્વયે ૧૫૨૨૨ જેટલા પેટ ડોગ ઓનર્સ દ્વારા ૧૭૨૮૧ જેટલા પેટ ડોગ્સની નોંધણી કરાવી જવાબદાર પેટ ઓનર્સની ફરજો નિભાવેલ છે.

“શું તમોએ પેટડોગની નોંધણી કરાવેલ નથી? તો આજે જ પેટ ડોગ રજીસ્ટ્રેશન કરાવી લેશો.”

અમદાવાદ શહેરમાં રાખવામાં આવતા પેટ ડોગના રજીસ્ટ્રેશન માટે જરુરી પુરાવાઓ સબમિટ કરી રૂ.૫૦૦/-નોંધણી ફીની ચુકવણી કરી ઓનલાઇન માધ્યમથી નોંધણીની પ્રક્રિયા તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની, પેટ ડોગ ઓનર્સની રિસ્પોન્સિબીલીટી નિભાવવા, પેટ ડોગના રખરખાવ તથા કાળજી લેવા તેમજ અન્ય સલામતી સચવાય તેની તકેદારી રાખવા જેવી બાબતે તમામ પેટ ડોગ ઓનર્સને જાહેર નોટીસ આપી તાકીદ કરવામાં આવે છે. આગામી સમયમાં પેટ ડોગ રજીસ્ટ્રેશન કરાવ્યાની સ્થળ પર જઇ ચકાસણી કરવાની કામગીરી સીએનસીડી વિભાગની ઝોનલ ટીમો દ્વારા શરૂ કરી પેટ ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવ્યાનું
માલુમ પડ્યે થી તો પેટ ડોગ ઓનર્સને નોટિસ આપી નિયમાનુસરની આગળની કાર્યવાહી શરૂ કરવા તજવીજ કરવામાં આવનાર છે. આથી સીએનસીડી વિભાગની આવનાર ટીમને આ કામગીરીમાં સહકાર
આપવા તમામને અપીલ કરવામાં આવે છે.

વિશેષમાં જણાવવાનું કે નોંધણી કરાયેલા પેટ ડોગની કાળજી, સાર-સંભાળ, હેલ્થ ચેક-અપ, વેક્સિનેશન, ડોગ બીહેવીયર, “Do”&”Don’t”, પેટ ઓનર્સ જવાબદારી, અન્યની સલામતીની તકેદારી રાખવા જેવા વિવિધ વિષયોની વિશેષ જાણકારી ધરાવતા તજજ્ઞ-નિષ્ણાંત ડોગ ટ્રેનર્સ, ડોગ બીહેવીયરલ એક્સપર્ટદ્વારા પેટ ઓનર્સને વિનામૂલ્યે માર્ગદર્શન પૂરું પાડવાતા. ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ તથા આગામી તા.૦૯/૦૬/૨૦૨૫ તેમજ આગામી સમયમાં પણ ઓનલાઇન માધ્યમથી આ પ્રકારના વેબીનાર/સેમિનારનું આયોજન કરી નોંધણી કરાયેલ પેટ ડોગ ઓનર્સના મૂંઝવતા પ્રશ્નો/સમસ્યાના નિરાકરણમાં મદદરૂપ બનવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉભી કરાયેલ વ્યવસ્થામાં સહભાગી થવા તેમજ સહયોગ આપવા તમામને અપીલ કરવામાં આવે છે.

સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નિર્દેશનો, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાની વખતોવખતની ગાઈડ લાઈન, ધી ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટ-1960 ભારત સરકારના Ministry Of Fisheries, Snimal Husbandry And Dairying, New Delhi દ્વારા પ્રસિધ્ધ થયેલ એનિમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રૂલ્સ-2023 તથા National Action plan for Dog Mediated Rabies Elimination From India,2023(NAPRE)”Rabies Free Ahmedabad city-2030 માટેની ગાઈ, લાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન(પેટ ડોગ) ની નોંધણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી પુરાવા સબમીટ કરી પ્રકિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ.200 ની ચુકવણી કરી ફરજીયાત નોંધણી કરાવવાની પ્રક્રિયા તા.1.1.2025થી 31.5.2025 સુધીમાં કરવા સુચિત કરાયેલ હતા. જે હવેથી તા.1 જૂન 2025થી પાલતુ શ્વાન(પેટ ડોગ) નોંધણી ફી રૂ.200 થી વધારીને રૂ.500 કરવા સુચિત કરવામાં આવે છે. જે અંગે થયેલ કાર્યવાહીઓ તથા લેવાયેલા પગલાઓની ટૂંકી વિગત નીચે મુજબ છે.
(અ) તા.1.1.2025 થી 6.6.2025 દરમિયાન શહેરના વિવિધ ઝોન, વિસ્તારોમાં 15260 પેટ ઓનર્સ દ્વારા વિવિધ પ્રકારના 17336 પેટ ડોગ્સની ઓનલાઈન નોંધણી થયેલ છે.
(બ)સૌથી વધુ સંખ્યા ધરાવતા મુખ્ય 10 બ્રીડની રજીસ્ટ્રેશનની વિગત

(ઈ)ઝોન વાઈઝ તથા બ્રીડ વાઈઝ થયેલી નોંધણી

(s) વિવિધ IEC/પ્રચારડપસારના માધ્યમો
સદર પ્રક્રિયા બાબતે વિવિધ વર્તમાનપત્રો જેવાકે તા.12.12.2024, દિવ્ય ભાસ્કર, નવગુજરાત સમય, તા.1.1.2025, સંદેશ, ગુજરાત સમાચાર,“The Times of India”, “The Indian Express”, તા.26.3.2025 સંદેશ, દિવ્ય ભાસ્કર તથા તા.1.6.2025 “The Times of India”, “The Indian Express”, સંદેશ. દિવ્ય ભાસ્કરમાં જાહેર નોટીસ અપાયેલ છે.

-126 સ્માર્ટ સિટીના LED બોર્ડ, રિવરફ્રન્ટ LED બોર્ડ પર જાહેરાત, રજીસ્ટ્રેશન પ્રક્રિયા દર્શાવતા વીડિયો quickies પ્રસિધ્ધ કરાયેલ છે.
– અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મિડીયા મારફતે ફેસબુક, ટ્વીટર, એક્સ વગેરે પર રોજે રોજ પ્રસિધ્ધ કરાયેલ.
-શહેરમાં વેટરનિટી પ્રેક્ટીસ કરતા વેટરનીરી,પેટ પ્રેકટીશનર્સ, વેટરનીયરના પેટ ક્લિનીક પર પેટ ડોગ રડીસ્ટ્રેશનની લીંક અંગેના IEC પોસ્ટર, QR Code મુકવામાં આવેલ.
-અમદાવાદ શહેરમાં આવેલ 22 જેટલા પેટ શોપ ઓનર્સને તેઓના પેટ શોપ ઉપર પેટ ડોગ રજીસ્ટ્રેશનની લીંક અંગેના IEC પોસ્ટર, QR Code મુકવામાં આવેલ.
-રેડીયો મર્ચી પર થયેલ જાહેરાત

પેટ ઓનર્સ દ્વારા મોટી સંખ્યામાં નોંધણી કરવામાં આવે તે માટે જાહેર સ્થળો, ગાર્ડન વગેરેની સ્થળ વિઝીટ, સંપર્ક, ગ્રુપ ડિસ્કશન સમજુત કરવા, શાળા, કલેજો, ફ્લાવર શો 2025 તથા ગેધરિંગ સ્થળો પર સીએનસીડી વિભાગની સ્ટાફ-ટીમો દ્વારા સંપર્ક કરી પેટ ડોગ રજીસ્ટ્રેશન કરાવવા તથા સમજુત કરવા ઝોનવાઈઝ સી.એન.સી.ડી.વિભાગોની ટીમો ડોર ટુ ડોર મુલાકાત કરાવવા સમજુત કરાયેલ.

-પાલતુ શ્વાનના માલિકોને પેટ
Parenting અને Pet Dog Owner Responsibility વિષય પર માર્ગદર્શન આપવા અને માહિતગાર કરવા ઓનલાઈન માધ્યમથી તા.30.5.2025 શુક્રવારના રોજ એક webinar નું આયોજન કરવામાં આવ્યું હતું.
-જેમાં આ CNCD ખાતાના Superintendent Dr. Divyesh Solanki, શહેરના નામાંકિત Veterinary Dr.Thakkar, Paw Universe Veterinary Hospital ના Shri. Dharmeshbhai, Dog Trainer Saloniben & Animal Welfare સાથે જોડાયેલા અંકિતાબેન દ્વારા આ વિષય પર વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી છે.

-આ Webinarમાં 25થી વધારે પેટ Owner એ ભાગ લઈ માર્ગદર્શન લઈ માર્ગદર્શન મેળવ્યું.
-આ Webinar માં 25 થી વધારે પેટ Owner એ ભાગ લઈ માર્ગદર્શન લઈ માર્ગદર્શન મેળવ્યું.
-આમ પ્રચાર-પ્રસાર વિવિધ માધ્યમથી બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ છે.
-આમ પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમથી બહોળો પ્રચાર-પસાર કરવામાં આવેલ છે.

(ઈ) પેટ ડોગ્સ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
ઓનલાઈન પેટ ડોગ્સ રજીસ્ટ્રેશન માટે નિયત થયેલ જરૂરી પુરાવા.પ્રક્રિયા
-અરજદારનું આધારકાર્ડ/ચુંટણી કાર્ડ
-અરજદારનું ટ્ક્ષ બિલ
-અરજદારનો ફોટોગ્રાફ્સ, પાલતુ શ્વાનનો ફોટોગ્રાફ્સ, પાલતુ શ્વાન રાખવાના સ્થળનો ફોટોગ્રાફ્સ
-રજીસ્ટર્ડ વેટરનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલ વેક્સીન કાર્ડ(પેટ ડોગ)
-ભાડા કરાર )જો ભાડેથી રહેતા હોય તો)
માર્ગદર્શન/સંપર્ક નંબર
1.સલીમભાઈ આઈ.લોઢા(એસ.આઈ)
મોબાઈલ નંબર-9601401999
2.ડો.ધ્રુવ ગેહલોત (વેટરનરી ડોક્ટર)
મોબાઈલ નંબર-7698089224


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી વિધર્મી યુવકે મહિલા પર ગુજાર્યો બળાત્કાર

આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા

આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં