Uttarakhand News: આજે સવારે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થવાની ઘટના સામે આવી છે, જેમાં પાયલોટ સહિત 7 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત ગૌરીકુંડ (Gaurikund) વિસ્તારમાં થયો હતો. ગૌરકુંડથી કેદારનાથ (Kedarnath) જતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી. હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે.
હેલિકોપ્ટર નોડલ ઓફિસર રાહુલ ચૌબે અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે હેલિકોપ્ટર ક્રેશની પુષ્ટિ કરી છે. ગૌરીકુંડ ઉપર ઘાસ કાપતી નેપાળી મૂળની મહિલાઓએ હેલિકોપ્ટર ક્રેશની જાણ કરી હતી. મૃતકોમાં એક બાળક પણ હોવાનું કહેવાઈ રહ્યું છે. રાહત કામગીરી શરૂ કરી દેવાઈ છે.
આ પહેલા 8 મેના રોજ સવારે ઉત્તરકાશી જિલ્લામાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાઇલટ સહિત છ લોકોના મોત થયા હતા. જ્યારે એક ઘાયલ વ્યક્તિને AIIMS ઋષિકેશ રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Uttarakhand helicopter crash | Today, at around 5:20 am, a helicopter, which was going from Shri Kedarnath Dham to Guptkashi, has been reported to have crashed near Gaurikund. There were six passengers, including the pilot (5 adults and 1 child). The passengers in the helicopter… pic.twitter.com/AVGtuxWKGj
— ANI (@ANI) June 15, 2025
ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગાણી નજીક હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થયાની માહિતી મળતાં પોલીસ, SDRF, ફાયર, મેડિકલ અને અન્ય આપત્તિ રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હેલિકોપ્ટર એરોટ્રાન્સ કંપનીનું હતું, જે 8 મેના રોજ સવારે સહસ્ત્રધારા હેલિપેડથી હર્ષિલ માટે ઉડાન ભરી હતી.
હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત લોકો સવાર હતા, જેમાંથી છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક મુસાફર ઘાયલ થયો હતો. હેલિકોપ્ટરમાં ચાર મુસાફરો મુંબઈના અને બે આંધ્રપ્રદેશના હતા.
આ અકસ્માતોને ધ્યાનમાં રાખીને, કેદારનાથ રૂટ પર હેલિકોપ્ટરની ટ્રીપની સંખ્યા ઘટાડવામાં આવી છે. દરરોજ 60 હેલિકોપ્ટર ટ્રીપ (Helicopter Trip) ઘટાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરેરાશ હેલિકોપ્ટર દરરોજ 200 થી 250 ટ્રીપ કરે છે. સતત અકસ્માતો બાદ DGCA એ આ નિર્ણય લીધો છે. DGCA એ કેદારનાથ રૂટ પર કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા આદેશ મુજબ, ગુપ્તકાશીથી હેલિકોપ્ટર કલાકમાં બે વાર ઉડાન ભરશે. હેલિકોપ્ટર 8 કલાકમાં કુલ 16 વખત ઉડાન ભરી શકશે.
