Ahmedabad plane crash/ UAEમાં ભારતીય મૂળના વ્યક્તિએ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 6 કરોડની સહાયની કરી જાહેરાત

UAEની રાજધાની અબુ ધાબી તરફથી રાહત સહાયની જાહેરાત કરતા બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને ચેરમેન અને VPS હેલ્થના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શમશીરે કહ્યું કે અકસ્માત પછીની પરિસ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad Plane Crash: સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેતા ભારતીય ડોક્ટર ડૉ. શમશીર વાયાલીલે (Dr. Shamsheer Vayalil) એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના (Air India Flight Crash)માં અસરગ્રસ્ત મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરોના પરિવારો માટે 6 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું હતું.

Dr.Shamsheer Vayalil | Founder and Managing Director of VPS Healthcare

વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ આ દુર્ઘટનામાં બચી ગયો હતો. જ્યારે પાંચ MBBS વિદ્યાર્થીઓ સહિત 29 અન્ય લોકોનું પણ અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું. UAEની રાજધાની અબુ ધાબી તરફથી રાહત સહાયની જાહેરાત કરતા બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને ચેરમેન અને VPS હેલ્થના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શમશીરે (Dr. Shamsheer Vayalil) કહ્યું કે અકસ્માત પછીની પરિસ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા છે.

Dr. Shamsheer Vayalil attending a meeting with Prime Minis… | Flickr

ડૉ. શમશીરના રાહત પેકેજમાં ચાર મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો માટે પ્રત્યેકને રૂપિયા 1 કરોડ, ગંભીર રીતે ઘાયલ પાંચ વિદ્યાર્થીઓ માટે પ્રત્યેકને રૂપિયા 20 લાખ અને પોતાના પ્રિયજનો ગુમાવનારા ડૉક્ટરોના પરિવારજનો માટે પ્રત્યેકને રૂપિયા 20 લાખની સહાયનો સમાવેશ થાય છે. આ સહાય કોલેજ ખાતે જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન સાથે સંકલનમાં આપવામાં આવશે. 2010માં મેંગલુરુ વિમાન દુર્ઘટના પછી, ડૉ. શમશીરે અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડી હતી અને આરોગ્યસંભાળ પ્રદાતા બુર્જિલ હોલ્ડિંગ્સમાં રોજગારની તકો પૂરી પાડી હતી. ડૉ. શમશીર વ્યવસાયે રેડિયોલોજસ્ટ અને વેપારી છે. તેમને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી પ્રવાસી ભારતીય સન્માન પ્રાપ્ત થયેલું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ આર્મેનિયા થઈને આજે પરત ફરશે

આ પણ વાંચો:યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા પુતિન, ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં શાંતિ નિર્માતા બનશે!

આ પણ વાંચો:ભારત કોના પક્ષમાં છે? ઇઝરાયલ-ઈરાન યુદ્ધે દુનિયાને બે ભાગમાં વહેંચી દીધી છે, કોણ કોને ટેકો આપી રહ્યું છે?