Dwarka News/ દ્વારકા પોલીસનો ‘યોગ દિવસ’ પર નવતર અભિગમ, અલગ રહેતા વર્ગોને યોગ દ્વારા જાગૃત કરાયા

દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા “સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા” સૂત્રને સાર્થક કરવા સામાન્‍ય પ્રવાહથી અલગ રહેતા વર્ગો પર ધ્યાન કેન્‍દ્રિત કરી એક નવતર અભિગમથી લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others

Dwarka Yoga Celebration: “વિશ્વ યોગ દિવસ-2025” ની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા “વન અર્થ વન હેલ્‍થ” અંતર્ગત કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ (Dwarka Police) દ્વારા “સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા” સૂત્રને સાર્થક કરવા સામાન્‍ય પ્રવાહથી અલગ રહેતા વર્ગો પર ધ્યાન કેન્‍દ્રિત કરી એક નવતર અભિગમથી લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત,
1) દ્વારકામાં મનોદિવ્યાંગ બાળકો સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા.

2) ખંભાળિયા અને ભાણવડમાં પોતાના પરિવારથી દૂર એકલવાયું જીવન ગુજારતા કુલ-38 સિનિયર સિટિઝનનાં ઘરે જઈ તેમની સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

3) આજના મોબાઈલ યુગમાં સરકારી એસ.ટી. ડેપોમાં તેમજ એસ.ટી. બસોમાં એસ.ટી. બસનાં અધિકારી-કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા યાત્રિકો સાથે નવરાશનાં સમયમાં સમયનો સદુપયોગ કરી યોગ-પ્રાણાયામ કરાવી તેનાથી થતા ફાયદા વિશે સમજ કરી જાગૃત કરવામાં આવ્યા હતા.

4) કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા બરડા ડુંગરમાં આવેલ આભાપરા હીલ સ્ટેશન પર નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજનાં લોકો સાથે યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા.

5) ઓખા વિસ્તારમાં આવેલ નિર્જન “સમિયાણી ટાપુ” પર પહોંચી પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી યોગ વિશે એક અનેરો સંદેશ આપવામાં આવ્યો હતો.

6) બેટ દ્વારકા ટાપુને જમીન સાથે જોડતા એવા “સુદર્શન સેતુ” બ્રિજ ઉપર યોગ-પ્રાણાયામ કરવામાં આવ્યા હતા.

આમ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ખૂણે ખૂણે વસતા લોકોને યોગ-પ્રણાયામ થકી “સ્વસ્થ અને સુરક્ષિત” રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દ્વારકાના ગોમતીઘાટમાં સાત જણા ડૂબ્યા, એક યુવતીનું મોત. છ જણાને બચાવી લેવાયા

આ પણ વાંચો:દ્વારકાનો દરિયાકાંઠો બન્યો લીલા-ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’, 13 વર્ષમાં 80 હજાર કાચબાનો ઉછેર