Ahmedabad News : અમદાવાદના વાડજ સ્થિત DILR ઓફિસના સર્વેયર સહિત ત્રણ જણાની પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ACBએ ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીના બહેનની જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા માટે ફરિયાદીએ વાડજ સ્થિત DILR ઓફિસના સર્વેયર ગૌતમ ભરતભાઇ યાજ્ઞીકનો સંપર્ક સાધ્યો હતો. તેઓએ KJP દુરસ્તી સુધારો કરવાના અવેજ પેટે ડી.આઇ.એલ.આર. કચેરી ખાતે વ્યવહાર કરવો પડશે તેમ કહી, રકઝકના અંતે રૂ.5,00,000વ્યવહાર નક્કી કરી લાંચની માગણી કરી હતી.
જે લાંચ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેમાં બોપલ આંબલી ચાર રસ્તાની ડાબી બાજુએ આવેલ હોન્ડા શો રૂમની આગળ, અમદાવાદ ખાતે લાંચના છટકા દરમ્યાન ગૌતમ યાજ્ઞિકએ લાંચના નાણાં આરોપી જમીન દલાલ નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા (ખાનગી વ્યક્તિ)ને આપવા જણાવ્યું હતું.
આથી ફરિયાદી આરોપી નવગણસિંહને મળતા નવગણસિંહ અને જમીન દલાલ (ખાનગી વ્યક્તિ) મનીષ ધીરૂભાઈ પગીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ..5,00,000 સ્વિકારી ત્રણે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં વધી શકે છે મૃત્યુઆંક, પોલીસ કમિશનરે કહ્યું- ‘318 શરીરના અંગો મળ્યા’
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA થયા મેચ
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળેથી કેટલા તોલા સોનું અને રોકડ મળી આવી? પ્રત્યક્ષદર્શીએ શું….
