Gujarat Weather: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel)ના મતે 25 જૂનથી એક ટ્રફ લાઇન (Truf line) ગુજરાતમાં પ્રવેશી શકે છે, પરિણામે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આવતીકાલથી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) જોવા મળી શકે છે. 30 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે અગાહી કરતા જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જુલાઈના પહેલા અઠવાડિયાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બનવાની શક્યતા છે. પરિણામે, જુલાઈના પહેલા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 24 થી 27 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારો માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને 24 જૂન સુધી અને પછી ફરીથી 25 થી 29 જૂન સુધી દરિયામાં ન જવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ પડશે.
આ પણ વાંચો:ગુજરાતમાંં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 6 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ! મુશળધાર વરસાદની ભારે શક્યતા
