Banaskantha News: બનાસકાંઠામાં જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરાવ્યો છે. આ વર્ષે આંગણવાડી, બાલ વાટિકા, ધોરણ 1 અને 9માં કુલ મળીને 1.65 લાખથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવશે.
બનાસકાંઠામાં જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરાવ્યો છે. થરાદના સીમાવર્તી બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો છે. નરેન્દ્ર મોદીના શાળા પ્રવેશોત્સવના અભિગમથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે તેમ અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.
સરકારી શાળામાં અભ્યાસ કરીને અનેક ગરીબ ઘરના દીકરા-દીકરીઓએ આજે સમાજમાં મોભાનું સ્થાન મેળવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આંગણવાડી, બાલ વાટિકા, ધોરણ 1 અને 9માં કુલ મળીને 1.65 લાખથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવશે.
