Bhuj News/ માંડવી તાલુકાના વિવિધ ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં યોજાયો “શાળા પ્રવેશોત્સવ” કાર્યક્રમ

મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા

Gujarat

Bhuj News : “ઉત્સવ…બાળકોના સર્વાંગી વિકાસની” થીમ સાથે ૨૮ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે માંડવી તાલુકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં રંગેચંગે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો.

વાડા પ્રાથમિક શાળા, ભારાપર પ્રાથમિક શાળા, દુર્ગાપુર હાઇસ્કૂલ ખાતે હોમ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી તિર્થકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે તીર્થકુમાર પટેલે શિક્ષણને જીવન ઘડતરની ચાવી ગણાવીને કન્યાશિક્ષણ પર ભાર મુક્યો હતો. આ સાથે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બાળકોને મીઠું મોઢું કરાવીને વિવિધ ભેટ સોગાદ સાથે શાળામાં આવકાર અપાયો હતો.

વીઆરટીઆઇ પ્રાથમિક શાળા, નાગલપુર પ્રાથમિક શાળા તથા મોટી રાયણ હાઇસ્કૂલ ખાતે પણ શિક્ષણ વિભાગના અંકુરકુમાર ઉપાધ્યાયના અધ્યસ્થાને જ્યારે મદનપુરા પ્રાથમિક શાળા, પ્રેમ સુબોધ નવનીત કોડાય હાઇસ્કૂલ તેમજ તલવાણા હાઇસ્કૂલ ખાતે સિવિલ ડિફેન્સના જોઇન્ટ સેક્રેટરી દિલીપકુમાર ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મકડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઇ રોશીયાએ બાળકોને ઉલ્લાસભરે શાળા પ્રવેશ કરાવ્યો હતો.

કાર્યક્રમમાં અધિકારીઓ તથા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આજના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે, ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે. સરકારશ્રી દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તથા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે સાથે જ શાળામાં વિવિધ સુવિધા પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને શાળામાં પ્રવેશ અપાવે તે જરૂરી છે.

મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત શાળા ખાતે હાજર એસએમસીના સભ્યો, આંગણવાડી કાર્યકરો તેમજ ગ્રામ અગ્રણીઓ સાથે એક બેઠક યોજીને અગ્રણીઓએ વિવિધ મુદ્દે માહિતી મેળવેલ હતી.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની સુખસર કૃષિ શાળામાં શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ૧૯૫૫થી કાર્યરત આ શાળામાં હાલ ૬૨૨ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. પ્રવેશોત્સવમાં કુલ 52 નવોદિત બાળકોને પ્રવેશ અપાયો. મંત્રીશ્રીએ શિક્ષણની મહત્તા અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું. પરિક્ષામાં ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ તેમજ એસ.એમ.સી. બેઠક પણ યોજાઈ. કાર્યક્રમમાં ગ્રામજનો અને બાળકોની ઉમંગભેર હાજરી રહી.


મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રામકૃષ્ણ તા. શાળા, જ્ઞાનજ્યોતિ વિદ્યાલય અને એન.જી. વિદ્યાલયમાં કુલ ૪૧૫ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ડેપ્યુટી સેક્રેટરી ઉર્વશી સુતરીયા હાજર રહ્યા. પ્રવેશોત્સવે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દાતાશ્રીઓનું સન્માન કરાયું અને શૈક્ષણિક કીટો વિતરણ કરાઈ. બાળકોને ભણતરની સાથે યોગ, રમતગમત અને કુશળતા વિકાસના મહત્વની સમજ આપી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર : શહેરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન

આ પણ વાંચો:અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું

આ પણ વાંચો:તળાવમાં ડિમોલિશનઃ દાદાનો સંદેશ અતિક્રમણ મુક્ત શહેરો