Gujarat Weather/ Live: સૌરાષ્ટ્રમાં IMDએ આપ્યું રેડ એલર્ટ, અમદાવાદમાં રિલિફ રોડ પર વૃક્ષ ધરાશાયી

નવસારી ઉપરવાસમાં  ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. કાવેરી, ખરેરા સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ચીખલી ખાતે કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પણ અડધુ પાણીમાં જોવા મળ્યું છે.

Top Stories Gujarat

Gujarat Weather: હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યુ છે. જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ, મહેસાણા અને પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ ખાબકશે. દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, કચ્છ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ રિલિફ રોડ પર પટવા શેરી પાસે વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થઈ ગયો હતો. બપોરનાં સમયે ભારે ટ્રાફિક રહેતા ભારે વરસાદનાં કારણે વૃક્ષ ધરાશાયી થતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની ધારણા છે. ચોમાસાની શરૂઆત પણ જોરદાર થઈ છે. પહેલા 10 દિવસમાં જ રાજ્યમાં મોસમનો 25 ટકા વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે (IMD) આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સુરતમાં પર્વત પાટિયા વિસ્તાર ખાતે ખાડીપૂરના પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. પર્વત પાટિયા ખાતે ગર્ભવતી મહિલાની તબિયત લથડી હતી. ફાયરને જાણ કરાતા તાત્કાલિક રેસ્કયુ કરવામાં આવ્યું છે. ગર્ભવતી મહિલાનું બોટ મારફતે રેસ્ક્યું કરાયું છે. મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ છે.

નવસારીનાં ચીખલીના આમધરા ગામે વરસાદી પાણી ફરી વળ્યા છે. આમધરા ગામની સ્કૂલ અને ઘરોમાં પાણી ભરાતા નવ જાગૃતિ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘુસ્યા છે. પાણી ભરાતા બાળકોને સ્કૂલમાં રજા આપવામાં આવી છે. મોટી કોળી વાડ ફળીયામાં ઘુંટણ સમા પાણી ભરાયા છે. સ્થાનિક પંચાયત, વહીવટી તંત્રને સત્વરે જાણ કરાઈ છે. જોકે, જાણ કરાયા છતાં કોઈ પગલા ન લેવાતા ભારે રોષ ફેલાયો છે. ચીખલી તાલુકાના 25 જેટલા આંતરિક માર્ગો પાણીમાં ડૂબી ગયા છે. માર્ગો પરથી પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તા બંધ કરાયા છે.

સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ભારે વરસાદથી જનજીવન પ્રભાાવિત થયું છે. આજે મહુવા પંથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, માત્ર 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, મહુવાથી કરચેલિયા જતા રસ્તે પાણી ભરાયા છે. કાછલ ગામ પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. માર્ગ મકાન વિભાગે હાઈવે પર બે્રિકેડ મૂક્યા છે. પાણી ન ઉતરે ત્યાં સુધી વાહન વ્યવહાર બંધ કરાયો છે.

નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. પુર્ણા, અંબિકા, કાવેરી નદીઓમાં વધી પાણીની આવક. નદીઓ બે કાંઠે વહેતી થતા રોડ પર પાણી ફરી વળ્યા છે. નદી, કોતરોના પાણી રસ્તા પર ફરી વળતા માર્ગો બંધ કરાયા છે. જિલ્લાના 54 માર્ગો બંધ થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. નવસારીના 4, જલાલપોરનો 1, ગણદેવીના 2 માર્ગ બંધ કરાયા છે. ચીખલીના 15, ખેરગામના 7 સહિત વાંસદાના 24 રસ્તા તંત્રએ બંધ કર્યા છે.

અમદાવાદમાં રાત્રે ધોધમાર વરસાદને લઇ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. નારણપુરા વિસ્તારમાં ધરાશાયી વૃક્ષ થયું હતું, નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં બંને તરફના રોડ બ્લોક થતા વાહનચાલકો અટવાયા હતા. સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા હતા.

રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. નર્મદાના સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, કુકરમુંડામાં 4.5 ઇંચ, ડેડિયાપાડામાં 4.3 ઇંચ, લુણાવાડામાં 4 ઇંચ, વ્યારામાં 3.7 ઇંચ, વઘઇ, કાલોલ, ઘોઘંબા, બાડેલીમાં 3-3 ઇંચ, પાદરા અને જાંબુઘોડામાં 2.8 ઇંચ, ફતેપુરા, સંખેડા, જેતપુર પાવીમાં 2.4 ઇંચ, કામરેજ, નસવાડી, વાંસદા, સંતરામપુર, આહવા, ઉચ્છલ, વાલોડ, ગોધરા, સોનગઢમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં 2 મીમીથી 42 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, જેનાથી ખેડૂતો અને સામાન્ય લોકો ખુશ છે. હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ છે. તાપી જિલ્લામાં મેઘરાજાની બેટિંગ ધમાકેદાર સાથે શરૂ થઈ છે. છેલ્લા બે કલાકથી ભારે વરસાદે જિલ્લાના તમામ સાત તાલુકાઓને તરબોળ કરી દીધા છે.

વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હતો. વરસાદ પડી રહ્યો હતો, તેથી લાંબી મુસાફરી પછી આવેલા અને વલસાડ રેલ્વે સ્ટેશન પર ઉતરેલા મુસાફરો વરસાદમાં ભીંજાઈ ગયા હતા. આ અચાનક વરસાદને કારણે મુસાફરોને આશ્રય શોધવામાં મુશ્કેલી પડી હતી. ઘણા મુસાફરોને વરસાદ બંધ થવાની રાહ જોવી પડી હતી. આ અણધાર્યા વરસાદને કારણે મુસાફરોને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ આ વરસાદને કારણે વાતાવરણ ઠંડુ રહ્યું હતું. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે, વલસાડ – 3.42 ઇંચ, ધરમપુર – 3.42 ઇંચ, પારડી – 2.16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવસારી ઉપરવાસમાં  ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. કાવેરી, ખરેરા સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ચીખલી ખાતે કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પણ અડધુ પાણીમાં જોવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! આગામી દિવસોમાં આભ ફાટશે

આ પણ વાંચો:ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ચેતવણી અપાઈ

આ પણ વાંચો:ચોમાસું નિર્ધારિત સમય પહેલા કેવી રીતે આવી ગયું? પાક પર કેવી થશે અસર