Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ છે. આ રથયાત્રાની ખાસિયત એ છે કે લોકો તેમા રથ ખેંચવા માટે પડાપડી કરે છે. કોઈને પણ થાય કે શ્રદ્ધાળુઓ રથ ખેંચવા માટે કેમ પડાપડી કરે છે. તેની પાછળનું કારણ એ માન્યતા છે કે જો તમે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથનો રથ ખેંચો તો 100 યજ્ઞનું પુણ્ય મળે છે. તેના લીધે રથયાત્રાના પવિત્ર પર્વ નિમિત્તે રથ ખેંચવા માટે રીતસરની ખેંચતાણ થાય છે અને રથ ખેંચનારાઓ પોતાને ધન્ય થયા હોવાનું અનુભવે છે.
ઘણા લોકો તેની તુલના મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનનો રથ ખેંચ્યો હતો તેની સાથે કરે છે. આની પાછળ તે માન્યતા પણ કારણભૂત હોવાની મનાય છે કે દરેક યુગમાં દરેક માનવીના જીવનના રથના સારથિ ભગવાન જ છે. માનવી જ્યારે અર્જુન જેવા વિષાદયોગની અને મૂંઝવણભરીભરી સ્થિતિમાં મૂકાય છે ત્યારે માનવીના જીવનરથના સારથિ ભગવાન જ તેનું માર્ગદર્શન કરે છે તથા યોગ્ય માર્ગ સૂજાડે છે.
આ ઉપરાંત ભગવાને પોતે પણ જણાવ્યું છે કે જ્યારે પણ ધર્મ ભયમાં મૂકાય છે ત્યારે હું કોઈને કોઈ સ્વરૂપમાં આવીશ. આ બધી જ બાબત રથયાત્રા સાથે જોડાયેલી છે. રથયાત્રાને એક રીતે જીવનયાત્રા સાથે જોડી શકાય છે. દરેક માનવીની જીવનયાત્રાના સુકાની કહો કે સારથિ કહો તે ભગવાન જગન્નાથ જ છે. પણ આની સમજણ આપણને આપણું જીવન મુશ્કેલીમાં મૂકાય ત્યારે કોઈને કોઈ સ્વરૂપમાં આપણને માર્ગ મળે છે ત્યારે આવે છે. આપણે સમજીએ છીએ કે આપણા જીવનનો રથ આપણે હાંકીએ છીએ, તેવું જરા પણ નથી. ઇશ્વર પોતે જ આપણી રથયાત્રાના સારથિ છે.
રથયાત્રા તે બતાવે છે કે જીવનને પણ આપણે રથયાત્રા જેવું બનાવવાનું છે, કારણ કે જીવન પણ એક યાત્રા છે. આથી જ રથયાત્રામાં ભાગ લઈને લોકો ધન્યતા અનુભવે છે અને તેમની જીવનયાત્રા અન્ય કોઈ આધ્યાત્મિક યાત્રા સાથે જોડાઈ હોય તેવી અનુભૂતિ અનુભવે છે.
આ પણ વાંચો:જગન્નાથ રથયાત્રામાં ગુજરાત સરકાર આ રીતે કરશે સુરક્ષાનું આયોજન
આ પણ વાંચો:
