Gujarat Rathyatra: ગુજરાતમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રણછોડ રાયનો નાદ ગૂંજી ઉઠ્યો છે. ગુજરાતમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી રહી છે. પણ તમે માનતા હોવ કે અમદાવાદમાં નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી પહેલી અને જૂની રથયાત્રા છે તો તમે ભૂલ કરો છો.
ગુજરાતમાં સૌથી જૂની રથયાત્રા ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરજીની રથયાત્રા છે. અષાઢી બીજના દિવસે ડાકોરજીની 252મી રથયાત્રા નીકળે છે. રણછોડરાયજીનું બાળસ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે છે. આ રથયાત્રા નવ કિલોમીટર લાંબી છે અને તેમા હજારો ભાવિકો અને ભક્તો જોડાય છે. રથયાત્રાના આ રૂટમાં કેટલાય સેવામંડળો જોડાય છે.
રાજકોટમાં પણ અષાઠી બીજ નિમિત્તે જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની રથયાત્રાની લાક્ષણિકતા એ છે કે તેમા વૃંદાવનની રાસલીલા બતાવવામાં આવે છે. આ રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાસધામ આશ્રમ નાનામવા ગામથી પ્રસ્થાન થઈ આખા શહેરમાં નગરચર્યા કરવા નીકળી હતી. આ યાત્રામાં વિવિધ ભજનમંડળો, સેવામંડળો, ધાર્મિક મંડળો, સાધુસંતો અને સામાન્ય લોકો જોડાયા હતા.
ભાવનગરમાં પણ રાજમાર્ગ પર રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. ભાવેણાવાસીઓ ભાવનગરમાં નીકળેલી રથયાત્રામાં જોડાયા હતા.રથયાત્રાનું દર્શન કરવા માટે ભક્તજનો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વિવિધ આશ્રમોના સંતો અને મહંતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 39મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સુભાષનગરમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગુજરાતમાં લીંબડી ખાતે પણ 41મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાને લીંબડીના ઠાકોરની રથયાત્રા કહેવાય છે. અમદાવાદની રથયાત્રાને અનુલક્ષીને જ અષાઢી બીજે રથયાત્રા અહીં યોજાય છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભાગ લેવા અહીં ઉમટી પડ્યા હતા. વિવિધ આશ્રમોમાંથી સંતો અને મહંતોએ પણ રથયાત્રાના દર્શન કર્યા હતા. શહેરના મેયરે રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાંચો:જગન્નાથ રથયાત્રામાં ગુજરાત સરકાર આ રીતે કરશે સુરક્ષાનું આયોજન
આ પણ વાંચો:
