Ahmedabad News/ VS ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં તબીબો સામે ખાતાકીય તપાસ થશે

તપાસ કમિટી દ્વારા 500 પાનાનો અહેવાલ મ્યુ. કમિશ્નર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં વી.એસ. ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કૌભાંડ મામલે તપાસ સમિતિએ 500 પાનાનો અહેવાલ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો છે. 10 તબીબોના ખાતામાં રૂપિયા 15 કરોડથી વધુ જમા થયા હતા, આ જમા થયેલા તમામ રૂપિયા તબીબો પાસેથી રિકવર કરવામાં આવશે.

અમદાવાદ (Ahmedabad) V.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ  ડૉ. મનીષ પટેલ, ફાર્માકોલોજીના એસોસિયેટ પ્રોફેસર દેવાંગ રાણા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાર્જશીટ કરવાનો નિર્ણય લીધો હતો. શહેરમાં કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત V.S. (વાડીલાલ સારાભાઈ) હોસ્પિટલ ખાતે દર્દીઓ પર દવાના દુરુપયોગના કૌભાંડની તપાસ દરમિયાન મળી આવેલા દસ્તાવેજોનાં આધાર પર વર્ષ  2021 બાદ 500 દર્દીઓ પર 58 જેટલા ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) કરવામાં આવ્યા હતા. ડૉ. મનીષ પટેલ, ડૉ. દેવાંશ રાણા સહિત સંડોવાયેલા ડોક્ટરો પાસેથી રૂપિયા 1 કરોડથી વધુની રકમ વસૂલાશે. આ કૌભાંડમાં NHL કોલેજના ડીન ડો. ચેરી શાહ, ફાર્માકોલોજી વિભાગના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા અને હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને પણ અમદાવાદ મનપા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.

અમદાવાદમાં વી.એસ. ક્લિનિકલ ટ્રાયલ કોભાંડ મામલે ડો. મનીષ પટેલ અને ડો. દેવાંગ રાણા દોષી હોવાનું અહેવાલમાં જણાવાયું છે, બંને કાયમી તબીબો સામે તપાસ શરૂ કરાય તેવી શક્યતા છે. નિવૃત જજની અધ્યક્ષતામાં ખાતાકીય તપાસ શરૂ કરાય તેવી શક્યતા છે. બંને તબીબો સામે તપાસ કરવાનો કમિશ્નરે હુકમ કર્યો છે. 2 તબીબો, 8 કોન્ટ્રાકટ તબીબો પાસેથી રકમ વસૂલવા સૂચના આપવામાં આવી છે. તબીબોએ 58થી વધુ લોકોના જીવન સાથે ચેડાં કર્યા હતા. તપાસ કમિટી દ્વારા 500 પાનાનો અહેવાલ મ્યુ. કમિશ્નર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

10 તબીબોના ખાતામાં રૂપિયા 15 કરોડથી વધુ જમા થયા હતા. તમામ રૂપિયા તબીબો પાસેથી રિકવર કરવામાં આવશે. સંડોવાયેલા તબીબોની તપાસ કરવાનો હુકમ કર્યો હતો. કોન્ટ્રાક્ટ પરના તબીબો પાસેથી મ્યુસિપાલિટી નાણાકીય રિકવરી કરાશે. રિકવર કરવામાં આવેલી રકમ હોસ્પિટલ ખાતામાં જમા થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:VS હોસ્પિટલ ક્લિનિક્લ ટ્રાયલમાં 3નાં મોતની આશંકા, કોંગ્રેસ કોર્પોરેટરે પરિવારને વળતર અપાવવાની માગ કરી

આ પણ વાંચો:V.S. હોસ્પિટલમાં દર્દીઓ પર થતું હતું ક્લિનિકલ રિસર્ચ! એક ટેસ્ટ માટે પડાવતાં હતા 32 લાખ રૂપિયા

આ પણ વાંચો:VS હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ મામલે 2 તબીબ વિરૂદ્ધ AMC ચાર્જશીટ દાખલ કરશે