Surat News/ સુરતમાં 22 કિલો ગાંજો પકડાયો, CRPF કોન્સ્ટેબલની ધરપકડ

સુરતમાં નશાખોરી અટકવાનું નામ લેતી નથી, નશાખોરીના ડામવાના ભાગરૂપે પોલીસે લીધેલા પગલામાં 22 કિલો ગાંજો પકડાયો છે. સુરત શહેરની વરાછા પોલીસે મળેલી બાતમીના આધારે પગલાં એક જણની ગાંજા સાથે ધરપકડ કરી હતી.

Breaking News Gujarat Surat

Surat News: સુરતમાં નશાખોરી અટકવાનું નામ લેતી નથી, નશાખોરીના ડામવાના ભાગરૂપે પોલીસે લીધેલા પગલામાં 22 કિલો ગાંજો પકડાયો છે. સુરત શહેરની વરાછા પોલીસે મળેલી બાતમીના આધારે પગલાં એક જણની ગાંજા સાથે ધરપકડ કરી હતી. પોલીસે પકડેલો આરોપી પાછો બીજો કોઈ નહીં પણ સીઆરપીએફ કોન્સ્ટેબલ છે.  પોલીસે પકડેલો આરોપી શિમાંચલ ચેતન નાહક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

સુરત શહેરની વરાછા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા એક CRPF જવાનની 22 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ આરોપીનું નામ શિમાંચલ ચેતન નાહક (ઉંમર 37 વર્ષ) છે, જે CRPFમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વરાછા પોલીસને બાતમી મળી હતી કે વરાછા ખંડબજારથી જાડા બાવા ટેકરા તરફના મુખ્ય માર્ગ પર એક શંકાસ્પદ વ્યક્તિ ગાંજો વેચવા આવી રહ્યો છે. આ બાતમી આધારે, પોલીસે વોચ રાખી અને શિમાંચલ નાહકની ટ્રોલી બેગ અને હેન્ડ બેગમાંથી પ્રતિબંધિત ગાંજો મળી આવતા તેની ધરપકડ કરી.

પોલીસે આરોપી પાસેથી કુલ 22 કિલો 258 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 2,22,580/- રૂપિયા હોવાનો અંદાજ છે. આ ઉપરાંત, તેની પાસેથી 5,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન અને 260 રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, પોલીસે 2,27,840 રૂપિયાનો માલ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આરોપી પાસેથી મળેલા ઓળખપત્ર મુજબ તે સીઆરપીએફ પોલીસ કોન્સ્ટેબલ છે. તે હાલમાં દિલ્હીની રોહિણી જેલમાં ફરજ બજાવી રહ્યો હતો અને તાજેતરમાં જ તેને આસામ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી ત્યાં હાજર થયો નથી. ઉપરાંત, આરોપી અગાઉ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ફરજ બજાવી ચૂક્યો છે અને ત્યાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સાથે પણ સંકળાયેલો છે. આ તમામ કેસની પોલીસ પુષ્ટિ કરશે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બીજી વખત ઓડિશાથી સુરત ગાંજો લાવ્યો હતો. પોલીસ હવે આ જથ્થો કોણ લાવ્યું અને કોને આપવાનું હતું તે અંગે સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ સાથે, પોલીસે ગૃહ વિભાગ પાસેથી આરોપી વિશે માહિતી માંગી છે અને તપાસ કરી રહી છે કે આરોપી સાચું બોલી રહ્યો છે કે નહીં. હાલમાં વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને બે લાખથી વધુ કિંમતનો 22 કિલો ગાંજો જપ્ત કર્યો છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ