વોશિંગ્ટનઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. આ વેપાર સમજૂતીની જાહેરાત 8મી જુલાઈના રોજ થઈ શકે છે. આમ 9મી જુલાઈના રોજની 90 દિવસની સમયમર્યાદા પૂરી થતાં પહેલા આ જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ વેપાર સમજૂતીની શરતોને લઈને બંને દેશો વચ્ચે સંમતિ થઈ ચૂકી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત તરફથી વેપાર અને વાણિજ્ય વિભાગના મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલની નેજા હેઠળની ટુકડી વાટાઘાટ માટે ગઈ છે. તેની આગેવાનીમાં વોશિંગ્ટનમાં આ મુદ્દા પર સંમતિ બની. ભારત અને અમેરિકા વચ્ચે આ સમજૂતી એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પે વિશ્વના દેશો પર લાદેલી રેસિપ્રોકલ ટેરિફની રાહતનો સમયગાળો 9મી જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ વિશ્વના બધા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો, આ રેસિપ્રોકલ ટેરિફ સામે આખા વિશ્વમાં શોરબકોર ગૂંજ્યો હતો, આ સંજોગોમાં ટ્રમ્પે ભારત સહિત ઘણા દેશો પરનો રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સમયગાળામાં ટ્રેડ ડીલ નહીં થાય તો ટેરિફ ફરીથી લાદશે.
આ સમજૂતી થઈ તેના બે દિવસ અગાઉ પણ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ભારત સાથે જબરદસ્ત ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છે અને મોટાભાગે આ ટ્રેડ ડીલ થઈ જ જશે. જો આ ટ્રેડ ડીલ ન થાય તો પરોક્ષ રીતે 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ તો લાગી જ જશે.
આ પણ વાંચો: એગ્રીકલ્ચર અને જેનેટિકલી મોડિફાઇડ ફૂડ ટ્રેડ ડીલ આડે સૌથી મોટો અવરોધ
આ પણ વાંચો: અમેરિકામાં ટ્રેડ ડીલ કરી શકે છે મોદી…!! આઇફોન જેવા ઘણા ઉત્પાદનો થશે સસ્તા …!!
આ પણ વાંચો: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ થઈ શકે છે અંતિમ
