Rajkot News: રાજકોટમાં વોકળાના કારણે લોકોને પલાયન થવાની ફરજ પડી છે. આ વોકળાના કારણે માવડી વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે. સોસાયટીના લોકોએ આ વોકળાના કારણે તેમની તકલીફની રજૂઆત પણ કરી છે અને આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. આ વોકળાના કારણે તેમનું જીવવું હરામ થઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું છે.
રાજકોટના માવડી વિસ્તારમાં વોર્ડ નંબર 11માં આવેલી સોસાયટીના લોકોની હેરાનગતિમાં ઘણો વધારો થયો છે. વોકળાનું પાણી છેક સોસાયટીવાળાઓના ઘર સુધી આવતા લોકો અકળાયા છે. આના પગલે રાજકોટ મનપાની નીતિને લઈને લોકોએ સવાલ ઉઠાવ્યા છે.
સ્થાનિક રહીશોની માંગ છે કે વોકળામાં પહોળી પાઇપલાઇન મૂકવામાં આવે. વોકળાના પાણીના લીધે કાવેરી માટેલ, શિવમ સહિત સોસાયટીના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે. વરસાદમાં વોકળાનું અને ગટરનું પાણી ભળી જાય છે.
કોર્પોરેશન કે કોર્પોરેટ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોનો દાવો છે કે તંત્ર એકદમ જાણે પાંગળુ થઈ ગયું હોય તેવી તેની કામગીરી છે. લોકોની આટલી હેરાનગતિ તેને દેખાતી નથી. અમારી બધી ફરિયાદો જાણે તંત્રના બહેરા કાને અથડાઈને પરત આવી રહી છે. આ વોકળાના કારણે આ વિસ્તારની દસેક જેટલી સોસાયટીઓના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે. આ ગંદકીના કારણે ત્રાસી જઈને સોસાયટીના લોકો પોતાનું મકાન વેચવા માટે મજબૂર બન્યા છે.
આના પરથી જ સમજાઈ જાય છે કે વોકળાના કારણે સ્થાનિક રહીશોની સ્થિતિ કેવી છે. કોર્પોરેશન ગંદકી સાફ કરવા માટે જાણે કશું જ કરી રહ્યું નથી. કોર્પોરેશનની આ જ પ્રકારની નીતિ જારી રહી તો આગામી દિવસોમાં આ મોરચે સ્થિતિ વધુ વકરી શકે તો આશ્ચર્ય નહીં થાય. તેમા પણ ચોમાસુ હોઈ રોગચાળાનો ભય તો ઊભો જ રહે છે.
આ પણ વાંચોઃ રાજકોટ જન્માષ્ટમી મહોત્સવ: TRP અગ્નિકાંડ બાદ નવી SOP, રાઇડ્સ સંચાલકોનો વિરોધ
આ પણ વાંચોઃ રાજકોટના ધોરાજીમાં દારૂ પીવા મામલે મિત્રએ મિત્રની કરી હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
