ahmedabadnews/ સાણંદના મોડાસરમાં ઇલેક્ટ્રિક થાંભલામાં ધડાકા: ગામ આખું અંધકારમય બન્યું

Modasar News: સાણંદ તાલુકાના મોડાસર ગામમાં બુધવારે સાંજના સમયે અચાનક ઇલેક્ટ્રિક થાંભલાઓમાં ધડાકા થતાં ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

Ahmedabad Top Stories Gujarat Breaking News

Modasar News:  સાણંદ તાલુકાના મોડાસર ગામમાં બુધવારે સાંજના સમયે અચાનક ઇલેક્ટ્રિક થાંભલાઓમાં ધડાકા થતાં ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. વિસ્તારમાં વિજળીની લાઇનમાં શોર્ટ સર્કિટ થતા ત્રણથી વધુ થાંભલાઓમાં સ્ફોટ થયો અને સમગ્ર ગામ અંધારપાટમાં ડૂબી ગયું. ઘટના સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે લાઇનમાં નમી અને પાવર લોસ સર્જાયો હોવાની શક્યતા છે.

મોડાસર ગામ તેવું ગામ છે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દતક લીધું છે. આવી ઘટના દેશના એક પ્રભાવશાળી નેતાના દતક લીધેલા ગામમાં સર્જાતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અગાઉ પણ આવા વિજળી સંબંધિત પ્રસંગો બન્યા છે, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.

ઘટનાને પગલે વીજ વિભાગની ટીમ મોડાસર ખાતે પહોંચી અને મરામત કામગીરી શરૂ કરી. ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે કે શોર્ટ સર્કિટના કારણોની તપાસ કરી થાંભલાઓ અને લાઇનની ગુણવત્તા સુધારવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં સરકારી વકીલ ભરત પટેલ સાથે 12.10 લાખની છેતરપિંડી

આ પણ વાંચો:અમદાવાદમાં વિઝા કૌભાંડનો ભોગ બન્યો યુવક,બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલકે 22 લાખથી વધુની કરી છેતરપિંડી  

આ પણ વાંચો:સાબરકાંઠાના ઈડરના માઢવા ગામે કાળા જાદુના નામે છેતરપિંડી